ETV Bharat / state

કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો નારાજ, ચોખ્ખુ કહી દીધું ઉમેદવાર બદલો નહીં તો... - કોંગ્રેસ કાર્યાલય

વડોદરામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદીમાં આશ્ચર્યજનક માંજલપુર બેઠક પરના ડો. તસ્વિન સીંગ નામ (Congress activists angry with Manjalpur candidate) જાહેર થતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે. આટલુ જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની નારાજગી વ્યકત કરવા માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. જેને લઈને ઉમેદવાર બદલો, ઉમેદવાર બદલોના સૂત્રોચ્ચાર કાર્યકર્તાઓ કરી રહ્યા હતા.(Campaign in the second assembly seat)

કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર સામે સ્થાનિક કાર્યકરો નારાજ, ચોખ્ખુ કહી દીધું ઉમેદવાર બદલો નહીં તો...

author img

By

Published : Nov 5, 2022, 10:21 PM IST

વડોદરા ગઇ કાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી (First list of candidates by Congress) બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સૌથી કોઇ આશ્ચર્યજનક નામ હોય તો વડોદરાની માંજલપુર બેઠક (Manjalpur seat of Vadodara) પરના ડો. તસ્વિન સીંગ પરંતુ આ નામ જાહેર કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે. આટલુ જ નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની નારાજગી વ્યકત કરવા માટે કોંગ્રેસ કાર્યાલય (Office of Congress) ખાતે પહોંચ્યા છે. ઉમેદવાર બદલો, ઉમેદવાર બદલોના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

ઉમેદવાર નહીં બદલે તો માંજલપુર બેઠક પર પ્રચાર નહીં

શું મજૂરી કરવા માટે કોંગ્રેસનો કાર્યકર બન્યો છે કાર્યકર્તાઓએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માંજલપુર બેઠક પર જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. કોંગ્રેસની આટલી ખરાબ પરિસ્થિતિ હોય અને છતાં પાયાનાં નથી તેવા ઉમેદવારોને ટિકીટ આપે છે. કાર્યકરો ઉમેદવારને નથી ઓળખતા, ઉમેદવાર કાર્યકરોને નથી ઓળખતા અને માત્ર ઉપરથી હેલીકોપ્ટર ઉતારી દે તો શું મજૂરી કરવા માટે કોંગ્રેસનો કાર્યકર બન્યો છે.

માંજલપુર બેઠક પર આ ઉમેદવાર હશે તો જ પ્રચાર વધુમાં જણાવ્યું હતું કે મે કોંગ્રેસની સાથે જ છીએ. કોંગ્રેસ અમારી મા છે. અમે કોંગ્રેસને વર્ષો આપ્યા છે, પરંતુ જો માંજલપુર બેઠક પર આ ઉમેદવાર હશે તો અન્ય બેઠક પર જઇને કોંગ્રેસનો પ્રચાર કરીશું, પરંતુ આ ઉમેદવારને સપોર્ટ નહીં કરીએ તેમ જણાવ્યું હતું. વધુ એક કોંગી કાર્યકરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્યાંકને ક્યાંક પૈસાના જોરે આ બહેનને ટિકીટ મળી છે. જો આ બહેન ઉમેદવાર રહેશે તો અમે માંજલપુર બેઠક પર સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહીને અન્ય વિધાનસભા બેઠક પર જઈને પ્રચાર કરીશું.

કાર્યકરો અને હોદ્દેદારો ઉમેદવાર બદલોની માંગ વધુમાં જણાવ્યુ હતુ કે, ઉમેદવારને ટિકીટ આપવામાં આવી તે બહેન છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં આવ્યા છે જ્યારે અમે છેલ્લા 25 વર્ષથી કામ કરીએ છીએ. જો કોંગ્રેસ આ જ ઉમેદવારને રાખશે તો એક લાખ જેટલા વોટથી હાર થશે. તેવી પરિસ્થિતિ છે. માંજલપુરમાં તેમ જણાવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ માંજલપુર વિધાનસભાના કાર્યકરો અને હોદ્દેદારો ઉમેદવાર બદલોની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલયે એકઠા થયા હતા. પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેઓની માંગ છે કે ઉમેદવાર બદલશે તો જ માંજલપુર વિધાનસભા બેઠક પર અમે કામ કરીશુ. અન્યથા કોંગ્રેસ પાર્ટી માટે જ કામ કરીશું પરંતુ બીજી વિધાનસભા બેઠક પર જઇને પ્રચાર કરીશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.