ETV Bharat / state

વડોદરા કલાભવન માર્કેટમાં ખંડણી વસૂલનાર 3 વિરુદ્ધ રાવપુર પોલીસ મથકમાં ફરિયાદ - Woolen Market

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા સરદાર વૂલન માર્કેટ બંધ કરાવવાની ધમકી ખંડણીખોરો દ્વારા અપાઈ રહી છે. વૂલન માર્કેટ ચાલુ રાખવા 3 ખંડણીખોરોએ 12 વેપારી પાસેથી 6.30 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરી હોવાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રાવપુર પોલીસ સ્ટેશન
રાવપુર પોલીસ સ્ટેશન
author img

By

Published : Jan 28, 2021, 1:56 PM IST

  • પરવીન્દ્રસિંહ રાઠોડે વૂલન માર્કેટનું આયોજન કર્યું
  • રાજેશ શાહે ખંડણીની માંગ કરી
  • 6.30 લાખ રૂપિયા પડાવી પાડયા

વડોદરા : વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી મહાવીર વાટીકામાં પરવીન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને રાજમહેલ રોડ પરના કલાભવન મેદાન ખાતે ગરમ કપડાંનો છેલ્લાં 15 વર્ષથી વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કલાભવન મેદાન ખાતે જુદા-જુદા નામે 110 જેટલી દુકાનો વૂલન માર્કેટનો વ્યવસાય કરે છે. જોકે કલાભવન મેદાનની જગ્યાના માલિક સમરજિતસિંહ ગાયકવાડ છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જુદા-જુદા સંચાલકો એનું સંચાલન કરી વહીવટ કરતા રહ્યા છે. ત્યારે વર્ષ 2016-17માં સયાજીગંજમાં રહેતા રાજેશ રમણભાઈ શાહે વૂલન માર્કેટનું સંચાલન કરીને વહીવટ કર્યો હતો.

જમીનમાલિક પાસેથી NCO મેળવી હતી

વર્ષ 2020-21માં કલાભવન મેદાન ખાતે વૂલન માર્કેટનું કોઈએ આયોજન કર્યું ન હોવાથી પરવીન્દ્રસિંહ રાઠોડે આયોજન કરવાનો વિચાર કર્યો હતો. તેમણે જમીનમાલિકની NOC લેવાની કાર્યવાહી કરીને 15 ઓક્ટોબર 2020થી 15 ફેબ્રુઆરી 2021 સુધીની જમીનમાલિક સમરજિતસિંહ ગાયકવાડ પાસેથી NOC મેળવી હતી. દરમિયાન રાજેશ રમણલાલ શાહ અને તેના સાગરીતોએ કોઈપણ પ્રકારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં RTI હેઠળ માહિતી મેળવી સરકારી કચેરીઓમાં શરતોનો ભંગ કર્યો છે એમ જણાવી, ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી 115 દિવસ માટે વૂલન માર્કેટ અને ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યાં હતા.

એડવાન્સ 3.22 લાખ રૂપિયા લીધા

થોડા સમય બાદ ફરી વાર વૂલન માર્કેટ શરૂ કરવાના આશ્ય સાથે પરવીન્દ્રસિંહ અને આશિષ અશોકકુમાર જૈન રાજેશ શાહને મળ્યા હતા અને વૂલન માર્કેટ ચલાવે તો તમને કોઈ વાંધો ખરો એ બાબતે વાત કરી હતી. ત્યારે તેમને મારી શરતોએ વૂલન માર્કેટ ચાલુ કરવાનું રહેશે તેવું કહ્યું હતુ, જેમાં 1 દિવસનો 15000નો હફ્તો આપવાનો રહેશે અને શક્ય ન હોય તો 1,122 દિવસના ઉચ્ચક 11 લાખ રૂપિયા આપવા પડશે, એમ રાજેશ શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત વૂલન માર્કેટની ફાઈલ સરકારી કચેરીમાં મૂકતાં પહેલાં એડવાન્સમાં રૂપિયા આપવા પડશે, તેમ રાજેશ શાહે જણાવતાં પરવીન્દ્રસિંહે રાજેશ શાહને એડવાન્સ પેટે 3.22 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ પરવીન્દ્રસિંહએ સરકારી કચેરીમાં ફાઈલ મૂકી મંજૂરી મેળવ્યા બાદ સરકારની શરતોનું ચુસ્તપણે પાલન કરી વૂલન માર્કેટ ચાલુ કર્યું હતું.

ધમકીઓ આપી ખંડણી માંગવાનું ચાલુ રાખ્યુ

વૂલન માર્કેટ ચાલુ થયા બાદ રાજેશ શાહ પોતાના માણસ મહંમદ નૂરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લને પરવીન્દ્રસિંહની દુકાન પર મોકલી ખંડણીની માગણી કરતો હતો. આમ, રાજેશ શાહે તબક્કાવાર ધમકીઓ આપી 6.30 લાખ રુપિયા પડાવી લીધા હતા. જોકે, આટલી મોટી રકમ પરવીન્દ્રસિંહ પાસે ન હોવાથી તેમણે વૂલન માર્કેટના જુદા-જુદા 12 વેપારી પાસેથી દુકાનના ભાડા પેટે રુપિયા લઇ રાજેશ શાહને આપ્યા હતા. તેમ છતાં પણ રાજેશ શાહે ધમકીઓ આપી, ખંડણી માગવાનું ચાલુ રાખતાં પરવીન્દ્રરસિંહે પોલીસનો શહારો લીધો હતો અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. રાવપુરા પોલીસે ખંડણીની કલમ હેઠળ રાજેશ રમણલાલ શાહ, મહંમદ નૂરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.