ETV Bharat / state

કર્નલ વિનોદ ફલનીકરે કહ્યું - "ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું અને અમે...." - har ghar tiranga champion

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. હાલમાં નિવૃતિમય જીવન જીવી રહેલા કર્નલ વિનોદ ફલનીકરની સાથે ETV Bharatતે ખાસ વાત કરી હતી. કર્નલ વિનોદકુમાર ફલનીકરે 1971માં થયેલા ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં (1971 India Pakistan war)મહત્વનું યોગદાન આપ્યુ હતું. જાણો તેમનો સંઘર્ષ...

3 ડિસેમ્બર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શું થયું ? કર્નલ વિનોદ ફલનીકર સાથે રૂબરૂ વાતચીત

author img

By

Published : Aug 9, 2022, 2:55 PM IST

વડોદરા: દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી (Azadi ka Amrit Mohotsav)કરવામાં આવી રહી છે. આઝાદીના સાચા હકદાર આપણા સૈનિકોની વાત કઈક અલગ જ છે. વડોદરાના રહેવાસી અને હાલમાં નિવૃતિમય જીવન જીવી રહેલા કર્નલ વિનોદ ફલનીકરની ( Retired Colonel Vinod Falnikar) વાત કરવામાં આવે તો, તેઓએ 1967માં ફોજ રેજીમેન્ટમાં જોઇનિંગ કર્યું હતું, ત્યારે તેઓનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં હતું. જે દરમિયાન, NCC બેસ્ટ ક્રેડિટ તરીકે નામના મેળવી હતી, આ ઉપરાંત, તે સમયે ખૂબ સારા શૂટર પણ હતા, આથી બેસ્ટ પરેડ તરીકે નામના મેળવી હતી. આજે પોતાનો પુત્ર પોતાની જ રેજીમેન્ટમાં ઈતિહાસનું પુનરાવર્તન કરી રહ્યા છે, તેનું ખૂબ ગર્વ પણ મહેસૂસ કરી રહ્યા છે.

પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો - કર્નલ વિનોદ ફલનીકરે ETV Bharatને જણાવ્યું હતું કે હું જમ્મુ અને કાશ્મીરના અખનૂર સાંબ સેક્ટરમાં તોપખાનાની રેજિમેન્ટ સાથે તૈનાત હતો. તે સમયે રેજીમેન્ટ ઓફ આર્ટલરી કહેવાતું જ્યાં બોફર્સ તોપ કહીએ છીએ. મારી રેજીમેન્ટ 86 લાઈટ રેજીમેન્ટ તરીકે જાણીતી હતી. આ રેજીમેન્ટમાં સૌથી વધારે ઘોડા અને ખચ્ચર હોય છે. કાશ્મીરની ઉરી અંધાર બોડર પર(1971 Indo Pak War) હતો જે છમ વિસ્તાર કે જ્યાં ખુલ્લેઆમ કત્લેઆમ ખૂન ખરાબો થયો હતો. ત્યારે હું યુવાન કેપ્ટન હતો.

3 ડિસેમ્બર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ

આ પણ વાંચોઃ ભારત-ચીન તણાવ મુદ્દે કર્નલ જયબંસ સિંહ સાથે ETV BHARATની ખાસ વાતચીત

રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો - 3 ડિસેમ્બર 1971 ના રોજ અમારી (1971 India Pakistan war)લલીયાલી પોસ્ટ અને 707 પોસ્ટ પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સાંજે 4 વાગ્યાની આસપાસ ખૂબ મોટો ગમાસાન થયો અને એર અટેક દ્વારા બમ બારી કરવામાં આવી હતી. તમામ એર ફિલ્ડ બરબાદ કરવા થી ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ હતું. હિન્દુસ્તાન ફોજ નહીં આવી શકે તો હિન્દુસ્તાન હથિયાર મૂકી દેશે પરંતુ અમારી પોસ્ટથી અમે બે વાર દુશ્મનોને પાછા હટાવી દીધા અને તેમની રણનીતીને અમે નિષ્ફળ બનાવી. જેથી અમારી રેજીમેન્ટને રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે.

190 યુવાનો આર્મીમાં ઓફિસર બન્યા - નિૃવત્ત કર્નલ વિનોદ ફલનીકરે જણાવ્યું હતું કે, અમે 1971ના યુદ્ધમાં (1971 war)અમે 67 પાકિસ્તાનીઓને ઠાર કર્યા હતા. 77 વર્ષના નિૃવત્ત કર્નલ વિનોદ ફલનીકરે કહ્યું હતું કે,આજે પણ હું દેશ સેવા કરી રહ્યો છું. ગુજરાતમાંથી ખાસ કોઈ ફોજમાં જવા માંગતું નથી પરંતુ મેં 190 યુવાનો આર્મીમાં ઓફિસર બન્યા છે. સાથે યુવાનોને સંદેશો આપતા જણાવ્યું હતું કે આર્મીમાં સામેલ થવામાં ડર રાખવો જોઇએ નહીં. મારો દિકરો પણ આર્મીમાં છે અને તે હું જે રેજીમેન્ટમાં ચોથા કમાન્ડિંગ ઓફિસર હતો તેજ પોસ્ટ પર મારો દીકરો 14માં કમાન્ડિંગ ઓફિસર તરીકે હાલમાં ફરજ બજાવે છે.

આ પણ વાંચોઃ વડોદરામાં NCCના 72મા રાઇઝિંગ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

દેશની સેવા કરવાની તક મળી - મારા માટે ખૂબ ગર્વની બાબત છે. આર્મીમાં જોડાવા પહેલેથી જ તૈયારી કરવી જોઈએ અને હાલમાં બહારની સંસ્થાઓ તૈયારીઓ કરાવે છે અને મોટા ભાગના યુવાઓએ ફોજમાં જોડાવું જોઈએ. હાલમાં 77 વર્ષની ઉંમરે પણ લશ્કરી સેવામાં પરોક્ષ પરંતુ સક્રિય સંડોવણી ધરાવે છે. તેઓ હવે લશ્કરમાં જોડાવા માંગતા છોકરાઓને પ્રવેશ પરીક્ષા માટે મફત માર્ગદર્શન પૂરું પાડે છે. તેણે કહ્યું, 'હું મૂળ બરોડાનો છું. એરફોર્સ, પોલીસ, અર્ધલશ્કરી દળોમાં પ્રવેશ મેળવવા માટે હું ગુજરાતમાં બાળકોને પ્રવેશ પરીક્ષા માટે કોચ કરું છું. આ રીતે મને ફરી એકવાર દેશની સેવા કરવાની તક મળી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને દુઃખ વ્યક્ત કર્યું - કર્નલ વિનોદ ફલનીકર હાલમાં જે છે તે પહેલા નહોતું જેથી ખૂબ દુઃખ થાય છે. હાલમાં સરકારની નિયત, નીતિ, નેતૃત્વ સાફ છે. આર્મ ફોરસીસની લડાઈમાં કોઈ સુજાવ આપે તો વાત સાંભરવી જોઈએ જે હાલની સરકાર કરી રહી છે જેનો મને ગર્વ છે. આજ કાલ ઓલ આઉટ ઓપરેશન થાય છે જેમાં સરકાર અને આમ ફોર્સ સાથેના સંકલનના કારણે શક્ય બન્યું છે જે પહેલા નોહતું થતું. આજે ગુજરાતમાં ટેન્ક બની રહ્યા છે આધુનિક સાધનો વસાવવામાં આવી રહ્યા છે તે સરકારની સારી નીતિના કારણે શક્ય બન્યું છે જે પહેલા શક્ય બન્યું નહોતું તેનું ખૂબ દુઃખ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.