સાવલીની એક ઠંડા ખાણીની નામાંકિત દુકાને પણ આવી જ કંઈક ઘટના બન્યાનો વિડીઓ સોશિયલ મીડિયામાં ફરતો હતો પણ બહાર ગામના લોકો હોવાથી સમાધાન કરી ચાલ્યા ગયા હતા.
આ બાબતે હોટલ સંચાલકને પૂછતાં તેવો એ હવે પછી આવી ઘટના નહિ બનેનું જણાવ્યું હતું. પણ વડોદરા આરોગ્ય વિભાગ શહેરમાં આગામી દીપાવલીના તહેવારોમાં હોટલોમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે, ત્યારે તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ અને વહીવટીતંત્રના યોગ્ય આરોગ્યલક્ષી ધારાધોરણ વગર રાતોરાત સાવલી ગોઠડા ચોકડીથી ટીમ્બા રોડ પર ધોળેશ્વર મહાદેવ સુધી અસંખ્ય ખાણીપીણીની ઉભી થયેલ હાટડીઓ માટે સાવલીનું તંત્ર ક્યારે સજાગ થશે.