ETV Bharat / state

વડોદરામાં મુખ્યપ્રધાને વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા

વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં ઠેર ઠેર કલાત્મક અને સુંદર ડેકોરેશન સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ઉત્સવના આઠમાં દિવસે મુખ્યપ્રધાને શહેરના વિવિધ પંડાલોમાં ભગવાન ગણેશજીના દર્શનનો લાવો લીધો હતો. જેને લઈ શહેરના ગણેશ મંડળોમાં ખુબ જ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. CM Bhupendra Patel, Ganesh Chaturthi 2022, Ganesh festival in Vadodara

વડોદરામાં મુખ્યપ્રધાને વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા
વડોદરામાં મુખ્યપ્રધાને વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા
author img

By

Published : Sep 8, 2022, 4:05 PM IST

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં (Ganesh Chaturthi 2022)આવી રહી છે. સમગ્ર શહેરમાં ઠેર ઠેર કલાત્મક અને સુંદર ડેકોરેશન સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઇ છે. વર્ષોની પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન અવશ્ય વડોદરાના ગણેશ ઉત્સવમાં હાજરી આપે છે. ગણેશ ઉત્સવના આજે આઠમાં દિવસે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ શહેરના વિવિધ પંડાલોમાં ભગવાન ગણેશજીના દર્શનનો(CM Bhupendra Patel)લાવો લીધો હતો. જેને લઈ શહેરના ગણેશ મંડળોમાં ખુબ જ ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

મુખ્યપ્રધાન દ્વારા વિવિધ મંડળોના ગણેશજીના દર્શન ગણેશ ઉત્સવની ઉજવણીમાં વડોદરા શહેર(Ganesh festival in Vadodara )ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમ હરણી ખાતે આવેલ હીરાનગર યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી. ત્યારબાદ કાલુપુર યુવક મંડળ કાલુપુરા , એસવીપીસી ટ્રસ્ટ દાંડિયા બજાર, રાજસ્તંભ સોસાયટી બગીખાના, માંજલપુરના રાજા માંજલપુર ,ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઇલોરા પાર્ક અને યંગસ્ટર્સ ગ્રુપ સુભાનપુરા ખાતે મુલાકાત લઇ શ્રીજીના દર્શનનો લાવો લીધો હતો.

શ્રીજીના દર્શન

મુખ્યપ્રધાન સાથે કોની કોની ઉપસ્થિતિ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજેન્દ્ર ત્રિવેદી , રાજ્યના બાળ વિકાસ કલ્યાણ પ્રધાન મનિષા વકીલ, શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, ધારાસભ્યો તથા કાઉન્સિલર સહિત શહેરના હોદ્દેદારો, પદ અધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.