- કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ
- કોરોનાની મહામારી વચ્ચે તહેવારોનો પ્રારંભ
- પોલીસ બંદોબસ્ત સાથે સર્વેલન્સ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો
વડોદરાઃ તહેવારોની મોસમ જામી છે, ત્યારે વડોદરા શહેરના ગ્રાહકોથી ધમધમતા મંગળ બજારમાં કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરવા સિટી પી.આઈ.એ પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને અપીલ કરી હતી.
સિટી PI પોલીસ કાફલા સાથે મંગળ બજારની મુલાકાતે
વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, વર્તમાન વર્ષે તમામ તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સરકારે પણ કોરોનાને પરાસ્ત કરવા કમર કસી છે. તો પોલીસ તંત્ર પણ લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી રહ્યું છે. વડોદરાના સૌથી મોટા ગ્રહકોથી ધમધમતા એવા મંગળ બજારમાં કોરોનાં સંક્રમણ ફેલાવવાની વધુ શક્યતા હોવાથી શુક્રવારના રોજ સાંજે સિટી PI વાણીયા પોલીસ કાફલા સાથે મંગળબજાર પહોંચ્યા હતા.
ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ
જ્યાં પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી મંગળબજારના વેપારીઓ અને ગ્રાહકોને ફરજીયાત માસ્ક પહેરવા સહિત કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે હપ્તા ઉઘરાવતા અસામાજિક તત્વો સામે પણ સિટી પી.આઈ એ લાલ આંખ કરી હતી અને વેપારીઓને કહ્યું કે આવા હપ્તા ઉઘરાવતા ચમર બંધીઓથી ગભરાવવાની જરૂર નથી જે કોઈ વેપારી પાસે કોઈ હપ્તા ઉઘરાવતું હોઈ તે આગળ આવે પોલીસ તમારી સાથે છે.
પોલીસે એક્શન પ્લાન ઘડ્યો
આવા તત્વોની શાન ઠેકાણે લાવી હોવાનું આશ્વાસન પણ પી.આઈ વાણીયાએ આપ્યું હતું. આ ઉપરાંત તહેવારોમાં સક્રિય બનતા ચોર ગઠિયા, પોકેટમારોને પણ ઝડપી લેવા એસઆરપી, હોમગાર્ડ અને પોલીસ બંદોબસ્ત સાથે સર્વેલન્સ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. જે રાત્રિ દરમિયાન પણ તમામ હરકતો પર બાજ નજર રાખશે. આ ઉપરાંત આવા તત્વોને ઝડપી લેવા પોલીસે એક્શન પ્લાન પણ ઘડ્યો છે. સાદા વેશમાં પણ મહિલા પોલીસ પેટ્રોલિંગ કરશે. જેથી રોડ રોમિયોની પણ હવે ખેર નથી.