વડોદરઃ ભારત દેશના 71માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવ્યો હતો, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવત, મહિલા પ્રમુખ હેમાંગીની કોલેકર, કાઉન્સિલરો અને બહોળી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિરંગાને સલામી આપી હતી, તેમજ પરસ્પર 71માં પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી.