તાજેતરમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગ્રામ પંચાયતની ખાલી પડેલી વોર્ડનંબર 12ની પેટા ચૂંટણી ભારે રસાકસી ભરી જોવા મળી હતી. કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. પણ ખરેખર 2 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો.
સાધલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 12ની પેટાચૂંટણી ભારત વિદ્યાલય સાધલી ખાતે યોજાઈ હતી. જેમાં વયોવૃદ્ધથી લઈ મહિલાઓ તથા યુવાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.
બંને ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો હતો. જીતનો તાજ કોના સિરે જશે, તે 21 તારીખે મત ગણતરીના દિવસે જ ખબર પડશે, હમણા તો બંને ઉમેદવારોના ભાવી EVMમાં કેદ થઈ ગયેલા છે.
ઉલ્લેખનીય છે કે, સાધલી ગામની નહીં પણ સમગ્ર શિનોર તાલુકાની આ સાધલી ગ્રામપંચાયતના વોર્ડ નંબર 12ની પેટાચૂંટણીના નિર્ણય પર ઉત્સુકતા પૂર્વક નજર રાખી રહી છે.