ETV Bharat / state

સાયબર ઠગથી સાવધાન: કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને ટીકીટ અપાવવાના બહાને ફસાવવાનો પ્રયાસ

વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને સાયબર ઠગ (Cyber ​​thugs) દ્વારા પૈસા પડાવવા માટે મેસેજ તેમજ વોટ્સએપ કોલ આવ્યા હોવાની ફરિયાદ તાજેતરમાં જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સાયબર ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ કરી કહ્યું, રાહુલ ગાંધીનો PA બોલું છું. તમારે વિધાનસભાની (Gujarat assembly election 2022) ટિકિટ જોઇતી હોય તો ખર્ચ આપવો પડશે તેમ કહી બેંક ખાતા નંબર આપી રૂપિયાની માંગણી કરી હતી.

સાયબર ઠગથી સાવધાન
beware-of-cyber-thugs-trying-to-trick-potential-congress-candidates-on-the-pretext-of-getting-them-tickets
author img

By

Published : Nov 6, 2022, 8:12 PM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) જાહેર થઈ છે ત્યારે સાયબર ઠગો (Cyber ​​thugs) સક્રિય બન્યા છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને સાયબર ઠગે મેંસેજ તેમજ વોટ્સએપ કોલ (WhatsApp calls) કરી રાહુલ ગાંધીના પીએના નામે વિધાનસભાની ટિકિટ જોઈતી હોય તો ખર્ચ આપવો પડશે તેવું કહી બેંક ખાતા નંબર આપી રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ વડોદરા સાઇબર ક્રાઇમ (Vadodara Cyber Crime) પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વડોદરા શહેરમાં દિવસેને દિવસે વિવિધ લોભામણી જાહેરાતો (Greedy ads) વિવિધ સ્કીમો અને ટુરીઝમના નામે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ચૂંટણીના સમયે સાયબર ગઠિયાઓ રાજકીય નેતાઓને શિકાર બનાવી રહ્યા છે.

પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ: તારીખ 2 નવેમ્બર મંગળવારના રોજ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની 136-વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર સત્યજિતસિંહ ગાયકવાડના મોબાઈલ નંબર પર પણ આજ પ્રકારે અજાણ્યા ફોન નંબર પરથી એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, હું કનિક્ષ સિંહ રાહુલ ગાંધીનો PA, મને ફોન કરો અને પ્રીયંકા ગાંધીજીને ઈમેલ આઈડી તેવું લખ્યું હતું અને ત્યાર બાદ સામાવાળાએ સામેથી સત્યજિતસિંહને ફોન કરી પોતાની ઓળખ કનિક્ષ સિંહ તરીકે આપી હતી. રાહુલ ગાંધીની ટીમના કેટલાક ગુપ્ત નિરીક્ષકો છે અને બરોડા પહોંચવાના છે. જો તમને વાઘોડિયા વિધાનસભાની ટિકિટ મેળવવામાં રસ હોય, તો તમારે તેમના રોકાણ અને થોડી વધારાની રકમ ચૂકવવી જોઈએ. આ તમારી ટિકિટને સુનિશ્વિત કરશે. હાલ આ મામલે બન્ને નેતાઓએ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસના કોર્પોરેટરને છેતરવાનો પ્રયાસ: તારીખ 23 ઓક્ટોબરના રોજ બપોરના આશરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે આરોપી સાયબર ઠગનો ચંદ્રકાંત શ્રીવાસ્તવના મોબાઈલ ફોન ઉપર મીસ કોલ આવેલ. જેથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસિવ કરીને તેમને બાયોડેટા સેન્ડ કરવા જણાવ્યું હતું. જેથી ચંદ્રકાંત શ્રીવાસ્તવે સામે તેને પુછ્યું હતું કે કોને સેન્ડ કરૂ? ત્યારે સાયબર ઠગે તેઓને જણાવેલ કે, પ્રિયંકા ગાંધીજીનો ઈમેઈલ આઈડી ઉપર મોકલી આપો. જ્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તે તેની પાસેથી તેનો ઓરીજનલ મોબાઈલ ફોન નંબર માંગતા ફોન કટ કરી નાખ્યો હતો અને પ્રિયંકા ગાંધીજીનો ઈમેલ આઈ.ડી. તેઓના વોટ્સએપ નંબર પર મેસેજ કર્યો હતો. ત્યાર બાદ આરોપી ઠગે ચંદ્રકાંત શ્રીવાસ્તવને ફોન કે મેસેજ કર્યો ન હતો. જો કે ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવો કોઇ વ્યવહાર કર્યો નહીં અને તેઓ સાવચેત થઇ ગયા હતા.

સાયબર ક્રાઇમ એસીપી શુ કહે છે: આ અંગે સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માંકડીયાએ જણાવ્યું હતું કે, આ બાબતે હાલમાં કોઈ પણ પ્રકારના નાણાંની લેવડ દેવડ થઈ નથી. આ અંગે વડોદરા સાઇબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ કરી રહી છે. આ પ્રકારે થતા ફ્રોડ બાબતે સાઇબર ક્રાઈમ દ્વારા બિનજરૂરી અને લોભામણી જાહેરાતથી નાગરિકોએ દુર રહેવું જોઈએ તેવી અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.