- વડોદરાની બરોડા હાઇસ્કૂલ આવી વિવાદમાં
- બરોડા હાઇસ્કૂલમાં સોશિયલ ડિસ્ટનસિંગના ઉડ્યા ધજાગરા
- સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે
- સોશિયલ ડિસ્ટનસિંગ ન જળવાતા વાલીઓ ચિંતાતુર
વડોદરા: હાલ કોરોના મહામારીનો કહેર યથાવત હોવાથી સ્કૂલ કોલેજનું શેક્ષણિક કાર્ય ઠપ્પ થઈ જતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો હતો. વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે તંત્ર દ્વારા ઓનલાઈન શેક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વડોદરાની અલકાપુરી સ્થિત બરોડા હાઈસ્કૂલ દ્વારા ધો. 12 ના વિદ્યાર્થીઓ માટેની એકમ કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાના પેપરો જમા કરાવવા માટે વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા.
જ્યાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું શાળા ચૂકી ગઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકમ કસોટીના પેપરો જમા કરાવવા આવ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ સ્કૂલ સંચાલકોની બેદરકારી જોવા મળી હતી. ત્યારે સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરાને લઈને કોઈ જાગૃત નાગરિકે સયાજીગંજ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને વિદ્યાર્થીઓના ટોળાને દૂર કર્યા હતા.
આ સંદર્ભે પોલીસે સ્કૂલ સંચાલકોને સોશિયલ ડિસ્ટનસિંગ મામલે જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને પેપરો જમા કરાવવા માટે બોલાવ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ ન જળવાતા વાલીઓ ચિંતાતુર બની ગયા હતા અને આ મામલે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.