ETV Bharat / state

વડોદરામાં એશિયાનો સૌથી ઝેરી કાળોતરો સાપ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા Party plotથી મળી આવ્યો - અતિ દુર્લભ કાળોતરો સાપટ

વડોદરામાં એશિયાનો સૌથી ઝેરી ગણાતો કાળોતરો સાપ (Black snake) લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ (Party plot) ખાતેથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ટીમ રિવોલ્યુશન (Team revolution) ના કાર્યકર્તાઓએ સ્થળ પર પહોંચીને સાપનું રેસક્યુ (Snake Rescue) કરી વનવિભાગ (Forest Department)ના હવાલે કર્યો હતો.

એશિયાનો સૌથી ઝેરી કાળોતરો સાપ
એશિયાનો સૌથી ઝેરી કાળોતરો સાપ
author img

By

Published : Jun 22, 2021, 7:24 AM IST

  • વડોદરામાં અતિ દુર્લભ કાળોતરો જોવા મળ્યો
  • કાળોતરો એશિયામાં સૌથી ઝેરી સાપ ગણાયો
  • ટિમ રિવોલ્યુશન દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપ્યો

વડોદરા : ચોમાસાની શરૂઆત થતાં જ (Starting of monsoon) થતા જ સાપ (Snake) કરડવાના કિસ્સાઓ વધી જાય છે. ત્યારે એશિયાનો સૌથી ઝેરી ગણાતો કાળોતરો સાપ (Black snake) લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ (Party plot) ખાતેથી મળી આવ્યો છે. આ ઘટના અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ટીમ રિવોલ્યુશન (Team revolution) ના કાર્યકર્તાઓએ સાપનું રેસક્યુ (Snake Rescue) કરી વનવિભાગ (Forest Department)ના હવાલે કર્યો હતો.

આ પણ વાંચો : કોબ્રાના મોંમા ઓક્સિજન આપીને યુવકે બચાવી જાન, હવે બધી જગ્યાએ થઈ રહ્યા છે વખાણ

વ્યક્તિ જ્યારે પડખુ ફરે અને તે દબાય ત્યારે સાપ ડંખે

ભારતમાં કાળોતરો પછી નાગ, ખડચિતડો અને પૈડકુની ગણના સૌથી ઝેરી સાપ (Venomous snak)માં થાય છે. શહેરના પ્રાણીપ્રેમી (Animal lovers)એ જણાવ્યું હતું કે, કાળોતરોની વિશેષતા એ છે કે, તે નિશાચર એટલે કે રાત્રે જ શિકાર કરવા નીકળે છે અને તેનો ખોરાક અન્ય સાપ છે. પરંતુ ચોમાસાની ઋતુ (monsoon season)માં હુંફ માટે તે જે વ્યક્તિ જમીન પર સૂવે તેના શરીરની બગલમાં, ગળા, ખભા, પગમાં લપાઈ જાય છે અને વ્યક્તિ જ્યારે પડખુ ફરે અને તે દબાય ત્યારે તે સાપ ડંખ આપે છે.

આ પણ વાંચો : લોકડાઉનમાં બાઇક પર જતા શખ્સને મૈસુર પોલીસે રોક્યો તો યુવકે બતાવ્યો સાપ

કાળોતરો કરડે તેના 15થી 20 મિનિટ પછી શરીરમાં ઝણઝણાટી થાય

સર્પોના ડંખ (Snake Bite) પગ અથવા હાથ પર જોવા મળે છે. જ્યારે કાળોતરો માનવ શરીરમાં લપાઈ જતો હોવાથી તે હોઠ, ખભા, છાતી પર વધુડંખ મારે છે. કાળોતરો કરડે તેના 15થી 20 મિનિટ પછી શરીરમાં ઝણઝણાટી થાય છે. તેનું ઝેર તીવ્રતાથી શરીરમાં ફેલાય જાય છે. જેથી માણસને કંઈ ખબર પડે તે પહેલા તે મૃત્યુ પામે છે. છેલ્લા ત્રણેક વર્ષમાં કાળોતરો શહેરના ગોત્રી, કારેલીબાગ, કીર્તિસ્તંભ, હરણી જેવા વિસ્તારોમાંથી પકડવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.