ETV Bharat / state

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરામાં 20 અમૃત સરોવરનું કરાશે લોકાર્પણ - આઝાદી કા અમૃત મહોત્સવ ચિત્ર

આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsav અંતર્ગત વડોદરામાં 20 અમૃત સરોવરની Amrit Sarovar Vadodara કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 15 ઓગસ્ટ 2022 ના રોજ અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. રાજ્યમાં હાલ કુલ 2767 સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરામાં 15 ઓગસ્ટના રોજ 20 અમૃત સરોવરનું થશે લોકાર્પણ

author img

By

Published : Aug 13, 2022, 7:18 PM IST

વડોદરા આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mohotsavઅંતર્ગત વડોદરા જિલ્લામાં 75 અમૃત સરોવરના નવનિર્માણ Amrit Sarovar Vadodara નવિનીકરણની કામગીરી જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે. જે પૈકી પાંચ અમૃત સરોવર Amrit Sarovarરૂપિયા 8 કરોડના ખર્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા નિગમિત સામાજિક જવાબદારી સી.એસ.આર હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આહ્વાન કર્યું છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા વડોદરા જિલ્લો પ્રતિબદ્ધ બન્યો છે.

20 અમૃત સરોવરનું લોકાર્પણ જિલ્લામાં 75 અમૃત સરોવર પૈકી 20 અમૃત સરોવરની Amrit Sarovar Vadodara કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ 20 અમૃત સરોવર પૈકી 15 સરોવર ઊંડા કરવાની કામગીરી લોકભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરવામાં આવી છે. આગામી 15 ઓગસ્ટ 2022 ના રોજ આ 20 અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે સાથે આ અમૃત સરોવર પર ધ્વજા રોહણ પણ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો PM મોદીએ તિરંગા શિકારા રેલીને અદ્ભુત સામૂહિક પ્રયાસ ગણાવ્યો

અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ડભોઈ તાલુકાના વઢવાણા, કરજણના કુરાલી,પાદરાના જાસપુર, સરસવાણી, ચાણસદ,સાવલીના તુલસીપુરા અને વાઘોડિયા તાલુકાના ગજાદરા ગામે અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડભોઈ તાલુકાના સાંઠોદ, વાલીપુરા,સીતપુર, સાવલીના તુલસીપુરા, વડોદરાના પદમલા, રાયકા અને વાઘોડિયા તાલુકાના વાઘોડિયા, અંટોલી અને સાગાડોળ ગામે લોકભાગીદારીથી અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Pateti 2022 ના પાવન પર્વે મા ભારતીને સમર્પિત પારસી રત્નોને સ્મરણાંજલિ

663 અમૃત સરોવરના લોકાર્પણ અમૃત સરોવર ફરતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વોટર શેડ યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવનિર્માણ નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ સામે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં હાલ કુલ 2767 સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે જે અંતર્ગત 2422 કામો પ્રગતિમાં છે. જે પૈકી આગામી સ્વાતંત્ર્ય પર્વ 15 ઓગષ્ટ 2022 સુધીમાં 663 અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.