વડોદરા શહેરનાં માંજલપુર વિસ્તારમાં વીજ થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વીજ થાંભલાની સામે રહેતા એક શખ્સે વીજ થાંભલા ઉપર યુવતીની લટકેલ મૃતદેહ જોતા માંજલપુર પોલીસને જાણ કરી હતી. ધટનાની જાણ થતાં પોલીસ તુંરત સ્થળ પર દોડી ગઇ હતી.મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે મોકલી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીની ઉંમર આશરે 20 વર્ષની છે. અને આ યુવતીની કોઇ અન્ય સ્થળે હત્યા કરીને મૃતદેહને વીજ થાંભલે ઓઢણીથી લટકાવી ગઈ એવું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલતો આ સમગ્ર મામલે યુવતીની કેવી રીતે,કેટલાં વાગે હત્યા કરાઈ છે. તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હાલમાં પોલીસે યુવતીનાં મૃતદેહને ફોટાનાં આધારે તપાસ શરૂ કરી છે. પોલીસને લાશનાં ફોટા શહેર અને જિલ્લાનાં તમામ પોલીસ મથકમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ગુમ થયેલી યુવતીઓની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે અહીં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.