ETV Bharat / state

યુનિફોર્મ સિવિલ કોડની સરકારની જાહેરાતને લઈ અમિત ચાવડાનું નિવેદન, કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરુ - અમિત ચાવડા

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ની જાહેરાત પહેલાં ગુજરાત કોંગ્રેસની પરિવર્તન યાત્રા ( Gujarat Congress Parivartan Yatra ) યોજાઈ રહી છે. વડોદરામાં આ અંગેની વિગતો આપતાં ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ( Amit Chavda Statement ) કોંગ્રેસ જે મુદ્દાઓ અને વચનોને લઇ પરિવર્તનયાત્રા યોજી રહી છે તે વિશે વાત કરી હતી.

યુનિફોર્મ સિવિલ કોડની સરકારની જાહેરાતને લઈ અમિત ચાવડાનું નિવેદન, કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરુ

author img

By

Published : Oct 31, 2022, 7:16 PM IST

વડોદરા કોંગ્રેસની 31 ઓક્ટોબરના રોજ શરૂ થનાર પરિવર્તન યાત્રા ( Gujarat Congress Parivartan Yatra ) યોજાશે. કોંગ્રેસના 11 વચનોને અનુલક્ષીને કોંગ્રેસે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં જનસંપર્ક અને કોંગ્રેસની વાત પ્રજા સમક્ષ પહોંચાડવામાં આવશે. AICC સેક્રેટરી અને મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ( Amit Chavda Statement ) વડોદરામાં તેની વિગતો આપી હતી.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે 27 વર્ષથી રાજ્યમાં ભાજપનું કુશાસન રહ્યું છે

કોંગ્રેસના 11 વચનો માટે પરિવર્તન સંકલ્પયાત્રા કોંગ્રેસની પરિવર્તન યાત્રા ( Gujarat Congress Parivartan Yatra )અંગે પ્રતિક્રિયા આપતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે 27 વર્ષથી રાજ્યમાં ભાજપનું કુશાસન રહ્યું છે. પ્રજાવિરોધી માનસિકતા ભાજપના શાસનમાં સામાન્ય લોકો માટે નહીં પણ મુઠ્ઠીભર લોકો માટે શાસન ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ ભાજપના શાસનમાં રહ્યા છે. 31 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં 5 ઝોનમાં પરિવર્તન સંકલ્પયાત્રા શરૂ થશે અને મધ્ય ગુજરાતમાં ફાગવેલથી વડોદરા સુધી યોજાશે તેનો શુભારંભ સચિન પાયલોટ કરાવશે. યાત્રા દરમિયાન 16 જેટલી જાહેર જગ્યાએ પબ્લિક મિટિંગ થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે કોંગ્રેસના 11 વચનો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે આ વચનોને સરકાર બનતાજ પૂર્ણ કરવામાં આવશે તેવું ( Amit Chavda Statement ) જણાવ્યું હતું.

જનતા સરકારને હિસાબ આપશે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપના આગેવાનો ભાજપ છોડી છોડી કોંગ્રેસમાં આવી રહ્યા છે તે એજ બતાવે છે કે ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એટલા જ માટે વડાપ્રધાને દર અઠવાડિયે આવવું પડે છે અને દેશના ગૃહપ્રધાને દેશની ચિંતા કરવાના બદલે એક એક વિધાનસભા બેઠકની ચિંતા કરવા ગુજરાત આવું પડે છે. તેઓ ગમે તેટલી ચિંતા કરે કે ગમે તેટલું ભ્રમણ કરે છતાં પણ ગુજરાતની જનતા નરેન્દ્રભાઈને તેમના કામનો હિસાબ 2024 માં આપશે પરંતુ 2022માં ભાવુ અને ભોપાભાઈનું રાજ છે. તેમનો હિસાબ ગુજરાતની જનતા ડિસેમ્બર 2022માં ( Gujarat Assembly Election 2022 ) કરશે. સાથે ગુજરાત સરકાર દ્વારા થનાર યુનિફોર્મ સિવિલકોડ અંગે થનાર જાહેરાત અંગે અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે વિવિધ વચનો અને લોભામણી જાહેરાતો કરી ભ્રમિત કરી રહ્યા છે પણ સરકારને પ્રજા હિસાબ આપશે ( Amit Chavda Statement ) તેવું જણાવ્યું હતું.

કોંગ્રેસના 11 વચનો ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા જે વચનો આપવામાં આવ્યાં છે તેના વિશે પણ અમિત ચાવડાએ ( Amit Chavda Statement )જણાવ્યું હતું. ( Amit Chavda Statement ) પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવા વિનામૂલ્યે આપવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ,વીજળી બિલ માફ,સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી મફત. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે, 50 ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

ઇન્દિરા રસોઈ યોજના દૂધ ઉત્પાદકોને દરેક લિટરે 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે,ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે. ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે. દીકરીઓ માટે KG થી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. 4 લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે. છેલ્લા 27 વર્ષમાં જે જે ભ્રષ્ટાચારો થયા છે તેની સ્કૂટિની થશે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે. જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ. મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના અને કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષસ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.