- લોકડાઉનને કારણે ઘરેલું કામદારોએ તેમની નોકરી ગુમાવી
- લોકડાઉનમાં પરિવારોએ દાસી વિના ભોગવી મુશ્કેલીઓ
- અનલોક બાદ દાસીને ફરી કામ પર બોલાવી
વડોદરા : કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન સર્જાયું હતું. છેલ્લા આઠ મહિનાથી ધંધો-રોજગાર અને નોકરિયાત વર્ગની હાલત કફોડી બની છે. અત્યારે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે દાસીને ઘરમાં રાખવા માટે હજુ પણ પરિવારો ભયભીત છે કે, નહીં. તે જાણવા ઇટીવી ભારતે શહેરના સરદાર નગર ખાતે રહેતા નરેન્દ્ર રાવત પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં કોરોનાના કારણે અમે ખૂબ ભયભીત હતા અને દાસી પણ ખૂબ ભીડમાં હતી. જેના કારણે 15 દિવસ સુધી દાસી ઘરે કામ કરવા આવતા નહોતા. ત્યારે અમને કામ કરવામાં ખૂબ જ અગવડતા પડી હતી. તેના કારણે અમે 15 દિવસ બાદ દાસીને ઘરે બોલાવી હતી. દાસીએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઘરમાં કામકાજ શરૂ કર્યું હતું.
કોરોનામાં પરિવારના સભ્યો તરીકે દાસીએ કરી સેવા
જ્યારે અમી રાવત અને તેમનો પરિવાર કોરોનામાં સંક્રમિત થયો હતો. ત્યારે દાસી પારૂલબેન મારવાડીએ તેમના એક પરિવારના સભ્યો તરીકે તેમની સેવા કરી હતી. તેમણે બે ટાઈમ જમવાથી લઈને તેમને ખૂબ ધ્યાન રાખ્યું હતું. જ્યારે કોરોનાની મહામારીમાં પરિવાર જ્યારે દૂર રહે છે. ત્યારે આવી એક પરિવારની ફરજ પણ નિભાવી હતી. ત્યારે રાવત પરિવારે લોકોને અપીલ કરી હતી કે, અનલોક દરમિયાન દાસીઓને ફરી એના ઘરના કામમાં બોલાવે, જેથી તેમનો રોજગાર ચાલે.
દાસીને કામ પર બોલાવી કરે છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન
સરદારનગર ખાતે ઇટીવી ભારતે ચાવડા પરિવારની પણ મુલાકાત લીધી હતી. ચાવડા પરિવારે છેલ્લાં 7 મહિનાથી લોકડાઉન દરમિયાન દાસીને બોલાવી ન હતી. જેના કારણે પરિવારના સભ્યોને ઘરનું કામકાજ કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે તેઓને ખૂબ અગવડતા પડી હતી. જ્યારે અનલોક પ્રક્રિયા આગળ વધી રહી છે. ત્યારે તેઓ દાસીને ફરી કામ પર બોલાવી છે અને જ્યારે દાસી ઘરે આવે ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવે છે.