ETV Bharat / state

તું ભાઈનું કામ કરી દે : પેરોલ પર છુટેલા આરોપીએ વેપારીને આપી ધમકી

વડોદરામાં પેરોલ પર છુટેલા આરોપીએ વેપારી પાસે 10 લાખ રૂપિયા (Trade threat case in Vadodara) માંગતા સનસનાટી ફેલાઈ છે. આરોપીએ વેપારીની દુકાને જઈને કહ્યું હું જેલમાંથી પેરોલ પર આવ્યો છું. મારે 10 લાખનો ખર્ચ છે. તું મને રૂપિયાની વ્યવસ્થા આવતી કાલ સવાર સુધી કરી આપ. (parole Trade threat case in Vadodara)

તું ભાઈનું કામ કરી દે : પેરોલ પર છુટેલા આરોપીએ વેપારીને આપી ધમકી
તું ભાઈનું કામ કરી દે : પેરોલ પર છુટેલા આરોપીએ વેપારીને આપી ધમકી
author img

By

Published : Oct 27, 2022, 10:26 AM IST

Updated : Oct 27, 2022, 11:26 AM IST

વડોદરા જેલમાંથી પેરોલ પર છુટેલા માથાભારે આરોપીએ વડોદરાના વેપારી પાસે 10 લાખ (Trade threat case in Vadodara) માગતા ચકચાર મચી જવા પામી છે. વેપારીએ આ મામલે શહેરના બાપોદ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સા પરથી અંદાજો લગાડી શકાય કે ગુનેગારોમાં પોલીસનો ખૌફ ઓસરી રહ્યો છે. (parole Trade threat case in Vadodara)

શું છે સમગ્ર મામલો વડોદરા બાપોદ પોલીસ મથકમાં નિલેષ નાથાણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હું સાંઇ બાબા નામની પાન મસાલાની દુકાન ચલાવીને જીવન ગુજરાન ચલાવું છું. દુકાન હું, મારા પિતા અને મારો સાળો મળીને (Vadodara Crime News) ચલાવીએ છીએ. ગઈકાલે 23 ઓક્ટોબરના રોજ રાત્રે પોણા બાર વાગ્યે મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન રિસીવ કરતા સામેથી વ્યક્તિએ પૂછ્યું કે તું ક્યાં છે. મેં જવાબ આપ્યો કે, દુકાને છું. સામેવાળી વ્યક્તિએ કહ્યું કે, તું ત્યાં હાજર રહેજે, હું થોડી વારમાં તારી દુકાન પર આવું છું. અને થોડી વારમાં એક મોપેડ લઇને અલ્પુ અને અન્નુ મારી દુકાન પર આવ્યા હતા. તે સમયે દુકાનમાં હું, મારો સાળો અને મારો મિત્ર હાજર હતા. (Trader threatened in Vadodara)

તું ભાઈનું કામ કરી દે અલ્પુ સિંધીએ મને જણાવ્યું કે, હું જેલમાંથી પેરોલ પર આવ્યો છું. મારે 10 લાખનો ખર્ચ છે. તું મને રૂપિયાની વ્યવસ્થા આવતી કાલ સવાર સુધી કરી આપ. મેં કહ્યું કે, હું પાનનો ગલ્લો ચલાવું છું. આટલા રૂપિયાની વ્યવસ્થા મારાથી નહિ થઇ શકે. જે વાતે તે મારા પર ગુસ્સે થઇ ગયો હતો અને ગાળો બોલતા તેણે મને કહ્યું કે, તું રૂપિયાની વ્યવસ્થા નહિ કરે તો સાંજે તારા પર ફાયરિંગ કરાવી દઇશ. તેની સાથે આવેલા અન્નુએ પણ મને જણાવ્યું કે, તું ભાઈનું કામ કરી દે નહિ તો તને ગમે ત્યાંથી ઉઠાવી લેશે. તેવી ધમકી આપી હતી.(10 lakh accused in Vadodara demanded)

આ અંગે બપોદ PI શું કહ્યું આખરે વેપારીએ સમગ્ર મામલે અલ્પુ સિંધી અને અન્નુ વિરૂદ્ધ બાપોદ પોલીસ (Vadodara Bapod Police) મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે માથાભારે શખ્સોને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અલ્પુ સિંધી દારૂ સહિતના અનેક ગુનાઓમાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. આ અંગે બપોદ પોલીસ સ્ટેશનના PI આર.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે અને આ આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવાની તજવીજ આરંભી છે. આરોપી મોટી ઘટનાને અંજામ આપે તે પૂર્વજ અટકાયત કરવામાં આવી છે. જેથી મોટી ઘટનાને અંજામ આપતા રોકી શકાયો છે. (Parole Accused threatened businessman)

Last Updated : Oct 27, 2022, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.