વડોદરા: જિલ્લાના કરજણ નજીક રેલવેની કામગીરી દરમિયાન ચારથી પાંચ શ્રમિકો દટાયા હોવાની વિગતો મળી રહી છે. વડોદરા જિલ્લાના કરજણ નજીક કંબોલા ગામ પાસે રેલ્વેની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ માંગલોલના સાપા પાટિયા વચ્ચેથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકની કામગીરી સમયે ક્રેઇન તુટી પડતા ચારથી પાંચથી શ્રમિકો દટાયા છે. 1 શ્રમિકનું મોત, 6 ને ઇજા 3 ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડાયા છે. 1 શ્રમિક હજુ પણ દટાયાની આશંકા છે
પ્રાથમિક જાણકારી: વડોદરા પાસે આવેલા કરજણ તાલુકાના માંગરોલ સાપા પાટિયા વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કામગીરીમાં મોટી ક્રેઇન તુટી પડતા ચાર થી પાંચ શ્રમિકો દબાયા છે.આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સના લિસ્ટમાં સામેલ છે.
કામગીરીનું નિરીક્ષણ: અવાર-નવાર રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ વિવિધ ઠેકાણે બુલેટ ટ્રેનને લઇ ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા જતા જોવા મળે છે. બુલેટ ટ્રેન સત્વરે શરૂ થાય તેવું સરકાર ઇચ્છી રહી છે. અનેક અવરોધોને દુર કરીને હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. તેવામાં આજે વડોદરાના કરજણ પાસે બુલેટ ટ્રેનના ટ્રેક બનાવવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે.
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન આપી યાદી: નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનએ સત્તાવાર માહિતી આપી હતી. "આજે, વડોદરા નજીક કરજણમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર નિર્માણ સ્થળના MAHSR C-4 પેકેજમાં, ગર્ડર લોન્ચર સફળતાપૂર્વક 14 કિમીનું ગર્ડર લોંચિંગ પૂર્ણ કર્યા બાદ વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાને પહોંચ્યું હતું. લૉન્ચિંગ ગેન્ટ્રીને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લૉન્ચિંગ સ્થાન પર ખસેડવામાં આવી હતી. અને ગર્ડર ટ્રાન્સપોર્ટરમાંથી સ્વ-અનલોડ કરતી વખતે ફ્રન્ટ સપોર્ટ (FS) નો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો અને તે લૉન્ચિંગ ગેન્ટ્રીના એક ભાગને ખલેલ પહોંચાડે છે. વ્હીલ બેઝ ચેક કરવાનો પ્રયાસ કરી રહેલો એક કામદાર ફસાઈ ગયો અને મૃત્યુ પામ્યો. નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા".
તાત્કાલિક ઘટના સ્થળે: કરજણના ધારાસભ્ય સહિતના આગેવાનો ઘટના સ્થળેઆ દુર્ઘટના અંગે માહિતી મળતા જ કરજણના એસડીએમ, મામલતદાર, ધારાસભ્ય અક્ષય પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા નિકળી ગયા હતા. હાલ ફાયરના બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.1 શ્રમિકનું મોત, 6 ને ઇજા 3 ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ખસેડાયા છે. 1 શ્રમિક હજુ પણ દટાયાની આશંકા છે. આ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનએ આપેલી યાદીમાં જણાવામાં આવ્યું છે.