ETV Bharat / state

Protest in Vadodara: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, ABVPએ વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પ્રોફેસર્સે પ્રમોશન મામલે કર્યો વિરોધ

વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને પ્રોફેસર્સે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થી પાંખે યુનિવર્સિટી સામે બાંયો ચડાવી હતી. જ્યારે પ્રોફેસર્સે પોતાના પ્રમોશનને લઈને વિરોધ કર્યો હતો.

Protest in Vadodara: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, ABVPએ વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પ્રોફેસર્સે પ્રમોશન મામલે કર્યો વિરોધ
Protest in Vadodara: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, ABVPએ વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પ્રોફેસર્સે પ્રમોશન મામલે કર્યો વિરોધ
author img

By

Published : Mar 9, 2023, 7:56 PM IST

કુલપતિનો ઘેરાવ

વડોદરાઃ વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે. ત્યારે આજે ફરી એક વાર સિન્ડિકેટ બેઠક પહેલા જ યુનિવર્સિટીમાં કુલપતિ ગુમ થયા હોવાના પોસ્ટરો લાગ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ન થતું હોવાની વાતનો પોસ્ટરોમાં ઉલ્લેખ કરાયો હતો. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એબીવીપીના વિદ્યાર્થી સંગઠને કુલપતિનો ઘેરાવ કર્યો હતો. બીજી તરફ પ્રોફેસરોએ પણ પોતાના પ્રમોશન અંગે કુલપતિનો વિરોધ કર્યો હતો. જોકે, એબીવીપીના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કરી તોડફોડ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad News : નરોડાના લોકો વીફર્યાં, એએમસી ઉત્તર ઝોન કચેરીએ કર્યું વિરોધ પ્રદર્શન

કુલપતિનો ઘેરાવ થયો: યુનિવર્સિટીમાં ઠેરઠેર વીસી ગુમ થયા હોવાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. તેને લઈને ભારે વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓએ પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવે. સાથે જ 30,000 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટ પહોંચાડવામાં આવે તેવી બાબતોનો પોસ્ટર પર ઉલ્લેખ કરી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ પ્રોફેસરો પણ પ્રમોશનને લઈને બાંયો ચડાવી હતી. યુનિવર્સિટીમાં સિન્ડિકેટ બેઠક પહેલા એબીવીપીના વિદ્યાર્થી સંગઠને કુલપતિનો ઘેરાવ કર્યો હતો. તે દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ બેભાન થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કુલપતિ ગુમના પોસ્ટર લગાવ્યા
કુલપતિ ગુમના પોસ્ટર લગાવ્યા

કુલપતિ પર ગંભીર આક્ષેપઃ આ મામલે સિન્ડિકેટ મેમ્બર મયંક પટેલે જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થી કે કર્મચારીઓ પોતાના પ્રશ્નો યુનિવર્સિટીમાં લઈને આવ્યા હોય. ત્યારે તેમના પ્રશ્નોને સાંભળવા જોઈએ. વિદ્યાર્થીઓ માટેની આ યુનિવર્સિટીમાં તેમના પ્રશ્નોને સાંભળવા જોઈએ. જો કુલપતિ વિદ્યાર્થીઓને સમય ન આપી શકતા હોય અને સંચાલન ન થઈ શકતું હોય તો મંગળ પર ઑફિસ બનાવી ત્યાંથી સંચાલન કરવું જોઈએ તેવા ગંભીર આક્ષેપો કરાયા હતા. તમામ મુદ્દે સિન્ડિકેટ બેઠકમાં ચર્ચા થશે.

વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર રજૂઆત: આ મામલે વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પરિષદ દ્વારા જે ઘણા સમયથી આવેદનપત્ર આપવા છતાં પણ પ્રશ્નોના નિરાકરણ નથી આવ્યા. પદવીદાન સમારોહ માટે વિદ્યાર્થીઓ પાસેથી 500 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે વિદ્યાર્થીને માત્ર એક કાગળનો ટૂકડો આપી દેવામાં આવે છે. સાથે જ હજારો વિદ્યાર્થીઓના રિઝલ્ટ હજી સુધી નથી મળ્યા. આ તમામ મુદ્દાને લઈને વિદ્યાર્થી પરિષદ આંદોલન કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Budget Session: ડુંગળી અને બટાટાના ખેડૂતો માટે સરકારની 330 કરોડની સહાયની જાહેરાત

યુનિવર્સિટી દ્વારા ફરિયાદ અપાશે તો કાર્યવાહી: યુનિવર્સિટીમાં થયેલી મામલે સયાજીગંજ પીઆઇએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ફરિયાદ આપવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ટોળા દ્વારા એમ એસ યુનિવર્સિટી ખાતે વીસીને રોકવામાં આવે છે તેવા મેસેજ મળતા અમે અહીંયા પહોંચ્યા હતા. કાચ માં તોડફોડ બાબતે કોઈને ઇજા થઇ નથી અને હાલ શાંતિ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.