વડોદરા: બાપોદ અભયમ રેસ્ક્યું ટીમ ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું કે, દિકરી હજુ પુખ્ત વયની થયેલ નથી. તેથી તેના લગ્ન કરાવવા કાનુની અપરાધ છે જેથી પરિવારને માર્ગદર્શન આપેલ કે તેની મરજી વિરૂદ્ધ લગ્ન ના કરાવી શકાય તે પુખ્ત વયની થાય પછી તેની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરાવવા સંમત કર્યાં હતા. કિશોરીએ જણાવ્યું કે, તેની ઉંમર 17 વર્ષ છે અને તેણીએ 10 માં ધોરણ સુધી અભ્યાસ કરેલ છે.
આ પણ વાંચો: Service of cattle on Navsari Uttarayan festival: જૈન યુવાનો દ્વારા ઉતરાયણ પર અબોલા પશુઓની કરાઈ અનોખી સેવા
માનસિક ત્રાસ આપે: 10માં ધોરણમાં નાપાસ થતાં તેમના માતા પિતાએ અભ્યાસ છોડાવી દીધો હતો અને ત્યારથી તે ઘરે જ રહે છે. હવે તેમના માતા અને દાદા-દાદી તેમના લગ્ન કરાવવા માટે છોકરાઓ બતાવે છે અને કિશોરી તે માટે ના પડે તો તારે કોઈની સાથે પ્રેમ સંબંધ છે. તેવું કહી માનસિક ત્રાસ આપે છે. તેમના પિતાને વ્યસનની આદત છે અને તેઓ તેમની કોઈ જવાબદારી લેતા નથી. મારા દીકરો અને વહુ તેને સમય આપતાં નથી તેથી પૌત્રી ના લગ્ન કરાવી જવાબદારીમાંથી મુક્ત થવા માગીએ છીએ.
અભ્યાસ શરૂ કરવા પ્રેરણા પુરી પાડી: અભયમ ટીમે તેઓને માર્ગદર્શન આપેલ કે કાયદેસર હજુ તે પુખ્ત વયની થયેલ નથી, તેથી હમણાં લગ્ન કરાવી ના શકાય. હજુ તેને આગળ અભ્યાસ કરાવો જોઈએ, જેથી તેની યોગ્ય કારકિર્દી બની શકે. દીકરીને ભારરૂપ સમજતા તેના જીવનમા ગૌરવ સમાન જીવી શકે તેટલી સક્ષમ બનાવવી જોઇએ. આમ પરિવાર અને કિશોરીને પણ આગળ અભ્યાસ શરૂ કરવા પ્રેરણા પુરી પાડી હતી. આથી તેઓ હાલ લગ્ન મુલતવી રાખી આગળ ભણાવશે તેમ સંમત થયા હતાં.
આ પણ વાંચો: G-20 meeting 2023: G-20 બેઠકો માટે ગુજરાત તૈયાર, ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છમાં
અભયમની ઉત્કૃષ્ટ કામગીરી: અભયમ ટીમ દ્વારા અવાર-નવાર શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈ તાત્કાલિક ધોરણે પોહચી મદદ કરી રહી છે ત્યારે સ્ત્રી અત્યાચાર અને મહિલાઓ સન્માન જનક રીતે જીવી શકે તે પ્રકારે અનેરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સતત અભય રેસ્ક્યુ ટીમ કોઈ પણ વાર તહેવાર જોયા વગર ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે.