- વડોદરામાં આયુર્વેદ ઉપચાર અંગે વેબીનાર યોજાયો
- કોરોના સામે રક્ષમ મેળવવા આયુર્વેદનું મહત્ત્વ જણાવાયું
- વેબીનારમાં મહિલાઓ સમસ્યાનું નિવારણ મેળવ્યું
વડોદરાઃ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ મહિલાઓ દ્વારા વડોદરામાં વેબીનાર યોજાયો હતો, જેમાં આયુર્વેદ ઉપચારથી કોરોના સામે કઈ રીતે રક્ષણ મળે તે અંગે સમજણ પૂરી પાડવામાં આવી હતી. મહિલાઓને ઉપયોગી થાય તેવા અનેક કાર્યક્રમો આ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે. તે શ્રૃંખલા અંતર્ગત આજે વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી કઈ રીતથી આયુર્વેદના સરળ ઉપચારથી રક્ષણ મેળવી શકાય તે વિષય પર લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
70થી વધારે મહિલાઓએ વેબીનારમાં ભાગ લીધો
આ કાર્યક્રમમાં વડોદરા સરકારી આયુર્વેદિક કોલેજના અધ્યાપક ડોક્ટર દાહિમા તેમ જ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનાં અધ્યક્ષા મીના મહેતા ખાસ હાજર રહ્યા હતા. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં આયુર્વેદના સરળ ઉપચારથી કોરોના વાયરસ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે માટેનું જ્ઞાન મહિલાઓને પીરસવામાં આવ્યું હતું, જેનો લાભ ઓનલાઇન જોડાયેલી 70 જેટલી મહિલાઓએ લીધો હતો.