વડોદરાના નવલખી મેદાનમાં એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની દુર્ઘટના ઘટી છે. આ મામલે પોલીસ સહિત તમામ તંત્ર દોડતુ થઈ ગયું છે.


મળતી માહિતી મુજબ વડોદરાના નવલખી મેદાનમાં ગુરૂવારની રાત્રે 3 શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ગેંગ રેપને પગલે સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શહેર ફરી એકવાર કલંકિત થયું છે.
રાવપુરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ સગીરાને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દોડતી થઈ ગઈ હતી. હાલ, તો આરોપીઓ ફરાર છે. પરંતુ પોલીસ પીડિતાને પાસેથી આરોપીના સ્ક્રેચ બનાવી તપાસ આરંભી હતી. તેમજ શહેરમાં પોલીસ દ્વારા આ મામલે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.