- લાકડાની કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી
- ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યો
- આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યા
વડોદરા : શહેરની મકરપુરા જી.આઈ.ડી.સી પ્લોટ 452/2માં વહેલી સવારે લાકડાની કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.સમગ્ર ઘટનાની વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કન્ટ્રોલ રૂમને જાણ થતાં જી.આઈ.ડી.સી ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવ્યો હતો. કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આગ લાકડાની કંપનીમાં લાગી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈ પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોને પણ મદદ માટે બોલવામાં આવ્યા હતા. બંને ફાયર સ્ટેશનના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને કુલીગની પ્રક્રિયા હાથ ધરી હોવાનું ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના ફાયર ઓફિસ નિકુંજ આઝાદે જણાવ્યું હતું.