વડોદરા એમ.એસ.યુનિ.ના સેન્ટર ફોર કરિઅર કાઉન્સલીંગ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસ ઓફ કરિઅર એડવાન્સમેન્ટ ઓફ સ્ટૂડન્ટ દ્વારા ઈન્ટર ફેકલ્ટી કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. જેમાં મેડિસીન, સાયન્સ, કોમર્સ, લો, આર્ટ્સ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, ફેમિલિ એન્ડ કોમ્યુનિટી સાયન્સ તેમજ ટેકનોલોજી અને એન્જિનિયરીંગ ફેકલ્ટીના 155 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેવી રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે તેવી જ રીતે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.
વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટીમાં ભણે છે જે રાજ્યમાં રહે છે તેના વિશે કેટલુ જ્ઞાાન છે તે ચકાસવા માટે એમ.એસ.યુનિ.માં 'તમારા રુટ્સને જાણો' નામની સ્પર્ધાનું આયોજન કરાયું હતું.જેમાં યુનિ.ના પહેલા વાઈસ ચાન્સેલર કોણ હતા? તેમનું દેશ અને યુનિ. માટે શું યોગદાન રહ્યું? ગુજરાતમાં હેરિટેજ સાઈટ કેટલી છે? કોને ક્યારે દરજ્જો મળ્યો? જેવા પ્રશ્નો પૂછાયા હતા. ત્યારબાદ ઓડિયો-વિઝ્યુઅલ પરથી વ્યક્તિ અને જગ્યાની ઓળખ કરી જવાબ આપ્યા હતા. આ સ્પર્ધામાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિ.ના વિદ્યાર્થીઓ પ્રથમ, સાયન્સના બીજા અને આર્ટસ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના વિદ્યાર્થીઓ ત્રીજા સ્થાને આવ્યા હતા.