ETV Bharat / state

પાદરા ખાતે કિશોરીની છેડતી અંગે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધાયો - Padra Town

વડોદરાના પાદરા ખાતે અજાણ્યા શખ્સોએ કિશોરીની મશ્કરી કરી અને તેના ભાઈ તથા માતા પર હુમલો કર્યો હતો. જેથી સમગ્ર બનાવ અંગે પાદરા પોલીસે છેડતી તેમજ પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

પાદરા ખાતે કિશોરીની છેડતી અંગે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધાયો

author img

By

Published : Dec 22, 2020, 5:30 PM IST

  • પાદરા ખાતે કારમાં આવેલા શખ્સો દ્વારા કિશોરીની મશ્કરી કરાતાં મચી ચકચાર
  • ભાઈ તથા માતા પર હુમલો કરતા વાતાવરણમાં તંગદિલી ફેલાઈ
  • પાદરા પોલીસે છેડતી તેમજ પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી

વડોદરાઃ પાદરા ખાતે કારમાં ધસી આવેલા શખ્સોએ કિશોરીની મશ્કરી કરી છેડતી કરી અને તેના ભાઈ તથા માતા પર હુમલો કર્યો હતો. જેથી વાતાવરણમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. સમગ્ર બનાવ અંગે પાદરા પોલીસે છેડતી તેમજ પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરીમાં આવી હતી.

6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય

પાદરા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કિશોરીને માથાભારે શખ્સોએ છેડતી કરી હતી. જે અંગે યુવતીના ભાઈએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા માથાભારે યુવાનોએ કિશોરીના ભાઈ તથા તેની માતા પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવ પાદરા પોલીસ મથકે પહોંચતા 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાય હતી. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

છેડતી અંગે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધાયો

પાદરા ટાઉન ખાતે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં રહેતી 17 વર્ષની કિશોરી તેના સંબંધીને ત્યાં ગઈ હતી, ત્યાંથી પરત આવતા માથાભારે શખ્સોએ કિશોરીની છેડતી કરી હતી. એટલું જ નહીં તેણે અન્ય મિત્રો અતુલ સુરેશ વર્મા, જૈમિન સુરેશ રાવલ, સતિષ ગોરધન પરમાર તથા અજય રાજુ ગોદડીયાને બોલાવી લીધા હતા અને કારમાં ગીતો વગાડતા વગાડતા કિશોરીના ઘર સુધી પીછો કર્યો હતો. આ બનાવને કિશોરીનો ભાઈ જોઈ ગયો હતો અને ગાડીમાં આવેલા શખ્સોને ઠપકો આપ્યો હતો. જેમાં ગણેશ સુરેશ વર્માએ કિશોરીના ભાઈને ગમે તેમ ગાળો બોલી માર માર્યો હતો. જેથી કિશોરીની માતા છોડાવવા ગઇ હતી. આ બનાવની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાવામાં આવી હતી. જેથી પોલીસે છેડતી તેમજ પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.