વડોદરાઃ શહેરના ચોખંડી વિસ્તારમાં નિલેશ ગાંધી હરીવદન નામથી અનાજની દુકાન ધરાવે છે. એક અજાણ્યો ઈસમ તેઓ સાથે રૂપિયા 60 હજારની છેતરપિંડી કરી રફુચક્કર થતાં તેઓએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
આ ઘટના અંગે માહિતી આપતા વેપારી નિલેશ ગાંધીએ જણાવ્યું હતું કે, સવારે 11:30 વાગ્યે મારી પર એક ફોન આવ્યો હતો. તે કહે તમારી દુકાન સામે આવેલ વંદના દવાખાનામાંથી હું બોલું છું. મારે બે ડબ્બા તેલના જોઈએ છે. મોકલી આપો હું તમને પૈસા આપી દઉ છું, ત્યારબાદ બીજી વખત ફોન આવ્યો તો કહ્યું કે, તમે એક કામ કરો મારી પાસે રૂપિયા 2 લાખની 2000 રૂપિયાની નોટો છે, તો તમે છુટ્ટા પૈસા હોય તો મને મોકલી આપો. રૂપિયા લઈને જતાં પેલા વ્યક્તિએ જણાવ્યું કે, તારા શેઠનો ફોન આવી ગયો છે. વાત ચાલુ છે. તું તેલના ડબ્બા મૂકી આવ હું તને તેના પૈસા રોકડા આપી દવ છું. તેમ કહી તે મારા માણસ પાસેથી 60 હજાર લઈ જતો રહ્યો હતો. માલૂમ પડ્યું કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે.
નીલેશ ભાઇએ પોલીસને જાણ કરી હતી, પરંતુ શિવજી કી સવારી હોવોથી પોલીસ આવતી કાલે આવશે અને કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. નીલેશભાઇએ જણવ્યું કે, હું એમને ઓળખુ છું, પણ કોઈ દિવસ એ લોકો જોડે બહું વ્યવહાર નથી. પણ મને એવુ લાગ્યું કે, તેમને કઈ મરજન્સીની જરૂર આવી હશે એટલે મને ફોન કર્યો હશે, પંરતુ પછી માલુમ પડ્યું કે, તેમની સાથે છેતરપિંડી થઇ છે.