વડોદરા: 24 ફેબ્રુઆરીથી ભારત પ્રવાસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે. તેમના સ્વાગત કરવા 14 વર્ષીય સ્કેચ આર્ટિસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્કેચ બનાવ્યો છે. આ કલાકારનું નામ માહિર પટેલ છે. તેમના વતી વડોદરાના જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રમ્પ સમક્ષ અમદાવાદમાં નમસ્તે કાર્યક્રમમાં આ સ્કેચ રજૂ કરવામાં આવશે.
માહિર પટેલે જણાવ્યું કે, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્કેચ બનાવ્યું છે. બંને નેતાઓ વચ્ચેની કેમેસ્ટ્રી અને મિત્રતાને સ્કેચમાં દર્શાવ્યું છે. હું યુએસ રાષ્ટ્રપતિને અલગ રીતે આવકારવા માગુ છું, અને તેમને આ સ્કેચ ભેટ કરવા માંગુ છું.
માહિર હાલ આઠમા ધોરણમાં છે. તેમને પાંચ વર્ષના હતા, ત્યારથી સ્કેચ બનાવી રહ્યાં છે. તેમણે સ્કેચ બનાવવા માટે કોઈ તાલીમ મેળવી નથી. તેમણે યુટ્યુબ પર વીડિયો જોઈને સ્કેચ બનાવતા શીખ્યા છે. માહિરે મધર ટેરેસા અને રોબર્ટ ડાઉની જેવા અન્ય લોકપ્રિય હસ્તીઓના સ્કેચ અન્ય લોકોમાં બનાવ્યા છે. ટ્રમ્પ અને મોદીનું સ્કેચ બનાવતા તેમને 30 કલાકનો સમય લાગ્યો.