ETV Bharat / state

વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે હાથ ધરાયા સેવાકાર્યો - Kheda Swaminarayan temple

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિર દ્વારા કોરોના કાળમાં અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. મંદિર દ્વારા કોવિડ હોસ્પિટલ, આઈસોલેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.સાથે જ નિ:શુલ્ક ટિફિન ભોજન સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે હાથ ધરાયા સેવાકાર્યો

author img

By

Published : May 11, 2021, 8:13 PM IST

  • કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા હાથ ધરાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
  • 35 ગામડાઓ અને 15 હોસ્પિટલમાં રોજ 2100 જેટલા લોકોને તાજુ ભોજન પ્રસાદ
  • કોવિડ હોસ્પિટલ,આઈસોલેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ

ખેડા: વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સગા સ્નેહીઓને વડતાલ મંદિર સવાર સાંજ બંને સમય તાજું જમવાનું પહોંચાડે છે. દાળભાત,શાક,રોટલી,દૂધ અને ફળ તથા ફળના તાજા જ્યુસની સેવા કરવામાં આવે છે.

વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે હાથ ધરાયા સેવાકાર્યો
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે હાથ ધરાયા સેવાકાર્યો

રોજ 2100 જેટલા લોકોને સ્વયં સેવકોની ટીમ પહોંચાડે છે ભોજન

સંસ્થા દ્વારા વિસ્તાર પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.જેથી જરૂરીયાતવાળા લોકો સવારે આઠ વાગ્યા પહેલા અને સાંજે ત્રણ વાગ્યા પહેલા ટીફીનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવે છે.તે પ્રમાણે વડતાલ મંદિરની સ્વયં સેવકોની ટીમ ઘેર / હોસ્પિટલ પ્રસાદરૂપ ભોજન પહોંચાડે છે.ખેડા જીલ્લાની 6 અને આણંદ જિલ્લાની 9 હોસ્પિટલો તથા બંને જીલ્લાના 35 ગામડાઓમાં સાત જુદી જુદી ટીમો ટીફિન પહોંચાડે છે .

કોવિડ હોસ્પિટલ,આઈસોલેશન સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ

વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ટ્રસ્ટી સભ્યોએ સરકારના માર્ગદર્શન પ્રમાણે અનેક સેવા સોપાનો શરૂ કર્યા છે.જેમાં ટીફીનની સાથે સાથે સંપુર્ણ નિ:શૂલ્ક સારવાર આપતી કોવિડ કેર હોસ્પિટલ પણ કાર્યરત છે. આજની કપરી પરિસ્થિતિમાં પરિવારમાં કોઈ સ્વજન પોઝીટીવ આવે અને ઘરમાં જરૂરી દુરી જાળવી શકાય એમ ન હોય તેવાં પરિવાર માટે નિ:શૂલ્ક આઇસોલેશન સેન્ટર/ કોરેનટાઈન સેન્ટર ચાલે છે.તેમજ નિ:શૂલ્ક મિથિલીન બ્લુ વિતરણ કરવામાં આવે છે.

સૌને માનસિક બળ મળી રહે તે માટે પ્રાર્થના તેમજ મહાપૂજા સહુને માનસિક બળ મળે, એવી પ્રાર્થના સાથે મહાપૂજા, હોમાત્મક યજ્ઞ દરરોજ ઓનલાઇન, સવાર-સાંજ કથા,અખંડ ધુન,નિયમિત પ્રાર્થના-ભજન વેગેરે પણ કરવામાં આવે છે. આ સમગ્ર વ્યવસ્થા પૂ.શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.