ETV Bharat / state

ગુજરાત રાજ્યમાં NCCનું પ્રથમ સિમ્યુલેટર કાર્યરત, જાણો શું છે સિમ્યુલેટર્સ

ગુજરાત રાજ્ય N.C.C.કેડેટ્સની તાલીમને વધુ સઘન બનાવવા માટે રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી રાજ્ય નેશનલ કેડેટ્સ કોર્પસમાં સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છે.

NCC
NCC
author img

By

Published : Oct 1, 2020, 9:05 PM IST

અમદાવાદ: અમદાવાદના દિલ્હી ચકલા ખાતે આવેલા 2 ગુજરાત એરફોર્સ NCCમાં ગુજરાત રાજ્યના NCCના એડિશનલ ડાયરેક્ટર મેજર જનરલ રોય જોસેફ દ્વારા રાજ્યનાં પ્રથમ સિમ્યુલેટરને કેડેટ્સ માટે કાર્યરત કરાવવામાં આવ્યુ છે. ગુજરાત નિર્દેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફ્લાઇટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે રાજ્યનું પ્રથમ સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ હતું.

ગુજરાત રાજ્ય NCCનું પ્રથમ સિમ્યુલેટર કાર્યરત

મેજર જનરલ રોય જોસેફે જણાવ્યું હતું કે,NCC.ની તાલીમને વધુ સરળ બનાવવાના હેતુસર એરફોર્સ, નેવી અને આર્મીમાં સિમ્યુલેટર કાર્યરત કરવાની દિશામાં અમે પ્રયત્નશીલ છીએ. જેના ભાગરૂપે આજે 2 ગુજરાત એર સ્કવાર્ડનમાં ZEN AIRનું સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. આ સિમ્યુલેટર પર ફ્લાઈંગની તાલીમ લઇને એરફોર્સ કેડેટ્સ વધુ પરિપક્વ બનશે.માઇક્રોલાઇટ એરક્રાફ્ટ ઘણા મોંધા હોય છે, જેના પર કેડેટ્સને દરેક વખત ફ્લાઈંગ કરાવવું ખૂબ જ ખર્ચાળ બની રહે છે. જે હેતુસર કેડેટ્સને યુનિટમાં જ એક રૂમની અંદર ફ્લાઈંગની પ્રાથમિક તાલીમ મળી રહે તે હેતુસર એરક્રાફ્ટની રેપ્લિકા તૈયાર કરીને સિમ્યુલેટર કાર્યરત કરવામાં આવ્યુ છે. આ સિમ્યુલેટરમાં એરક્રાફ્ટની જેમ જ દરેક પેરામિટર, તમામ કંટ્રોલ પેનલ, ટેક ઓફ અને લેન્ડિંગ પેનલ, ઇમરજન્સી લેન્ડિંગ પેનલ, તમામ ગેજીસ(મીટર)ની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. જેથી કેડટ્સને પ્રાથમિક તાલીમ સિમ્યુલેટરમાં આપવામાં આવશે ત્યારબાદના તબક્કાની તાલીમ માઇક્રોલાઇટ એરક્રાફ્ટમાં અપાશે. જે કેડેટ્સના આત્મવિશ્વાસમાં વધારો કરશે. રાજયના NCC નિર્દેશાલયમાં બે પ્રકારના માઇક્રોલાઇટ્સ એરક્રાફ્ટ ‘ZEN AIR’, ‘CH701’ અને ‘Virus SW80’ કાર્યરત છે, જેમાં એરફોર્સના એન.સી.સી. કેડેટ્સને ફ્લાયીંગ કરાવવામાં આવે છે. 2 ગુજરાત એર સ્કવોર્ડન NCCના C.O જે.એચ. માકંડે કહ્યું હતું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી આ સિમ્યુલેટર કાર્યરત થઇ શક્યુ છે, જે માટે અમે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ સિમ્યુલેટર થકી NCC કેડેટ્સની પ્રાથમિક તાલીમ વધુ સરળ બની રહેશે. આ સિમ્યુલેટરની તાલીમના કારણે ફ્યુઅલ વપરાશ અને સમયમાં બચત થશે. આ સિમ્યુલેટર ઉમેરવામાં આવ્યા તે કેડેટ્સની તાલીમના ક્ષેત્રમાં મોટી સિધ્ધી છે. આનાથી કેડેટ્સ જમીની સ્તરે સલામતી સાથે અનુભવ મેળવી આક્સમિક પ્રક્રિયાઓ અને અસામાન્ય પરિસ્થિતિઓ માટે તૈયાર થશે. યુવા તાલિમાર્થીઓને ઉડ્ડયન ક્ષેત્રે પોતાની ક્ષિતિજોનું વિસ્તરણ કરવામાં મદદ મળવાની સાથે સાથે નાગરિક અને સશસ્ત્ર દળો એમ બંને પ્રકારના ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે પણ મદદરૂપ બની રહેશે.શું છે સિમ્યુલેટર્સ ?ફ્લાઇટ સિમ્યુલેટર પાયલટને એક વર્ચ્યુઅલ વાતવરણ પુરૂ પાડે છે, જેમાં રન-વે, ઓપન સ્કાય, લેન્ડસ્કેપ અને એરિયલ વ્યુ જેવી લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. ફ્લાઇટ સિમ્યુલેટરની ડિઝાઇન અને કંટ્રોલ્સ વાસ્તવિક માઇક્રોલાઇટ્સની અદ્દલ સમાન હોય છે. તેમજ તમામ ઇમરજન્સી અને હવામાન સંબંધિત પરિસ્થિતિઓનું પણ સિમ્યુલેશન થઇ શકે છે. એરક્રાફ્ટના ઉડ્ડયનમાં ઉપયોગમાં લેવાતાં તમામ કંટ્રોલર્સને અહીં વર્ચ્યુઅલી કાર્યરત કરવામાં આવે છે.સિમ્યુલેટરમાં ફ્લાઈંગ કરતા કેડેટ્સ એક રૂમમાં બેસીને કોમ્યુટર સ્ક્રીન પર રનવેથી લઇને સંલગન જગ્યાનું વિહંગાવલોકન કરીને ફ્લાઈંગ કરી શકે છે. આ સિમ્યુલેટરના ઉડ્ડયન માટે એસ.ઓ.પી. બનાવવામાં આવે છે, જેમાં તમામ પ્રક્રિયાનું વર્ણન કરીને તે પ્રમાણે જ ફ્લાયીંગ કરવામાં આવે છે. એરફોર્સ NCCના તાલીમ આપવામાં આ ફ્લાઇટ સિમ્યુલેટર્સથી ખૂબ જ લાંબાગાળાનો ફાયદો કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.