ETV Bharat / state

જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલી બાળકી પર જટિલ પર "ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા" સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી - અમદાવાદ સિવિલ હોસ્પિટલ

જેતપુરની એક સ્થાનિક હોસ્પિટલમાં 15 એપ્રિલ, 2021 દિવસે જગતભાઈ અને હેતલબા ઝાલાની પુત્રીનો જન્મ થયો હતો. જગતભાઈ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં શ્રમિક તરીકે કામ કરીને આજીવિકા મેળવે છે. બાળકીના જન્મ બાદ દંપતિ શેર માટીની ખોટ પુરાવાથી ખુશખુશાલ હતું. પણ એવામાં પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો. બાળકીના જન્મ બાદ જાણવા મળ્યું કે બાળકી ખોરાક લઇ શકતી નહોતી અને તેને ફીણ સાથે ઉલટી થતી હતી. ટૅસ્ટ બાદ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલા નામની સમસ્યા હોવાનું નિદાન થયું.

જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત થયેલી બાળકી પર જટિલ એવી "ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા" સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી

author img

By

Published : May 7, 2021, 8:37 PM IST

અમદાવાદ સિવિલમાં જટીલ સર્જરી

નવજાત કોરોના પોઝિટિવ બાળકી પર કરાઇ સર્જરી

અઢી કિલોનું વજન ધરાવતી કોરોના પોઝિટિવ બાળકી ઉપર "ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા"ની સફળ સર્જરી થઈ

અમદાવાદ : કહેવાય છે કે નાના બાળકોમાં ભગવાન હોય છે, નાના બાળકો ભગવાન સમાન હોય છે. આ કહેવત ફરીથી ખરી ઠહેરી છે. અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં ફક્ત બે દિવસની બાળકી પર ઝટીલ સર્જરી કરવામાં આવી છે, ઉપરાંત આ બાળકી જન્મની સાથે જ કોરોના સંક્રમિત હતી જેથી સર્જરી કરવુ ખુબ જ અઘરુ હતુ પરંતુ ડોક્ટરની મહેનત અને ભગવાનની કૃપાથી બાળકી પર કરવામાં આવેલ સર્જરી સફળ થઇ છે.

બાળકીનું ઓપરેશન કેમ અતિ જટિલ હતું?

• બાળકીની ખુબ જ નાની વય - નાના બાળકોના કિસ્સામાં વય જેટલી ઓછી હોય, સર્જરી એટલી જ જટિલ હોય છે.

• શ્રમિક પરિવારની આ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની દર 5000 બાળકે જોવા મળતી સમસ્યા હતી

• ઓપરેશન બાદ શ્વાસનળી ઉપર સતત લાળના સ્ત્રાવનું જોખમ હતું

• ફેફસાં પર ઇન્ફેક્શનનું જોખમ હતું

• કોવિડ-19 નું સંક્રમણ પણ હતું

બીમારી વિશે ડોક્ટરે શું કહ્યુ ?

સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, "આ બાળવિકાસને લગતી એવી જન્મજાત સમસ્યા છે કે જેમાં અન્નનળીનો ઉપરનો ભાગ બ્લોક હોય બાકીનો અડધો ભાગ શ્વાસનળી સાથે જોડાયેલો રહે.જે કારણોસર બાળકને ભોજન લેવું અશક્ય બની રહે. બાળકીના જન્મના બીજા જ દિવસે જ તબીબોએ સ્થિતિની ગંભીરતા જોઇને બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જિકલ મેનેજમેન્ટ માટે રિફર કરી હતી. સિવિલમાં જે દિવસે સવારે ઓપરેશન થવાનું હતું તેના એક દિવસ પહેલા જ બાળકી કોવિડ-૧૯ માટે RTPCR પોઝિટિવ હોવાનું નિદાન થયું. શ્વસનની તકલીફના લીધે બાળકીને હાઇ ફ્લો ઓક્સિજન પર શિફ્ટ કરાઈ. સર્જરી બાદ બાળકીને ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ખસેડાઇ, જ્યાં વધુ ૩ દિવસ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી. અહીં ડૉ. ગાર્ગી પાઠક, ડૉ. આરિફ વોહરા અને ડૉ. અંકિત ચૌહાણની પિડિયાટ્રિશિઅન્સની ટીમે બાળકીની સંભાળ લીધી.

ડૉક્ટર્સની મહેમત રંગ લાવવા લાગી, પહેલા બાળકીને ઍરવો મશીન પર શિફ્ટ કરાઈ અને પછી હળવેથી ઑક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો. ઑપરેશનના બીજા જ દિવસથી ટ્યુબ ફિડિંગ પણ શરૂ થઈ ગયું હતું. ઑપરેશનના બારમાં દિવસે ડાઇ સ્ટડી કરાયો, જેમાં કોઇ લિકેજ ન હોવાનુ સાબિત થયું. પછી બાળકીને ચમચી દ્વારા ખોરાક આપવાનું શરૂ કરાયું અને બાદમાં તમામ ટ્યૂબ્સ હટાવી લેવાઇ. હવે બાળકી તેના ઘરે જઇને આનંદનો કિલકિલાટ કરવા સજ્જ બની છે. આમ, ડોક્ટરની મહેનત પણ રંગ લાવી

કેવી છે આ જોખમી બિમારી?

આ બાળકીના કિસ્સા અંગે સિવિલ હોસ્પિટલના અધિક મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને પિડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે “ટ્રેકિઓ-એસોફૅગિઅલ ફિસ્ટુલા એ દર 5000 દીઠ એક બાળકમાં જોવા મળતી જન્મજાત સમસ્યા છે. તેની સાથે અન્ય તકલીફો જોડાયેલી પણ હોઇ શકે છે. આ સર્જરીના પરિણામનો આધાર અન્નમાર્ગના બંને છેડા વચ્ચેના અંતર ઉપર તેમજ ફેફસાની પરિસ્થિતિ ઉપર આધારિત હોય છે. આમાં બાળક લાળ ગળી શકતું નથી તેથી શ્વાસનળી ઉપર સતત લાળના સ્ત્રાવનું જોખમ હોય છે. અધૂરામાં પૂરું... અન્નમાર્ગ અને શ્વાસનળી વચ્ચેનું ઍબનોર્મલ કમ્યૂનિકેશન ફેફસાં પર ઇન્ફેક્શનનું જોખમ પણ સર્જે છે. આ બિમારીના કિસ્સામાં, તેમજ આ બિમારી હૃદયની તકલીફ સાથે જોડાયેલી હોય તેવા કિસ્સામાં મૃત્યુ અને મોર્બિડિટી, બંનેનું પ્રમાણ ઊંચું હોય છે. આ વખતે તો કોવિડ-૧૯ એ આવી ગંભીર સર્જરીને વધુ પડકારજનક બનાવી દીધી હતી.”

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.