ETV Bharat / state

કેન્દ્ર સરકારના નિયમને પગલે ગુજરાત સરકારે BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 બસોનું E-લોકાર્પણ કર્યું - નવી બસોનું લોકાર્પણ

સમગ્ર દેશમાં હવે યુરો-6 વાહનોનો વપરાશ વધ્યો છે ત્યારે સોમવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી 101 જેટલી યુરો-6 બસોનું ઇ-લોકાપર્ણ કર્યુ હતું.

કેન્દ્ર સરકારના નિયમને પગલે ગુજરાત સરકારે BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યું

author img

By

Published : May 10, 2021, 5:48 PM IST

ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 બસ

BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ

‘વધુ સારી બસ-વધુ સારી સેવા’ના ધ્યેયથી એસ.ટી. બસોનું રાજ્યવ્યાપી સંચાલન

આ વર્ષમાં કુલ 1000 BS-6 એમિશન નોર્મ્સની બસ સેવાઓ રાજ્યમાં શરૂ કરાશે

ગાંધીનગર: રાજ્યમાં હાલ કોરોના કહેરને કારણે ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ સેક્ટરને ગંભીર અસર પહોંચી છે. ત્યારે રાજ્ય સરકાર સામાન્ય મુસાફરોની સેવા માટેના માધ્યમ તરીકે ખોટ ખાઇને પણ ‘વધુ સારી બસ-વધુ સારી સેવા’ના ધ્યેયથી એસ.ટી. બસોનું રાજ્યવ્યાપી સંચાલન કરતી હોવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ છે. સમગ્ર દેશમાં હવે યુરો-6 વાહનોનો વપરાશ વધ્યો છે ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી 101 જેટલી યુરો-6 બસોનું ઇ-લોકાપર્ણ કર્યુ હતું.

નહિ નફો નહિ નુકશાન

સીએમ વિજય રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 101 એસ.ટી. બસોના લોકાર્પણ કરતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, રાજ્ય સરકારે એસ.ટી. નિગમને નફો રળવાના નહિ પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી. ઉપરાંત આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર અદ્યતન BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1000 બસ સેવાઓ મુસાફરોની પ્રજાલક્ષી સેવામાં શરૂ કરશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કર્મયોગીઓએ કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ ફરજ પર કાર્યરત રહેતા આ 1000 બસ પૈકીના પ્રથમ લોટની 101 BS-6 બસોનું નરોડા ખાતેના સેન્ટ્રલ વર્કશોપમાં નિર્માણ કર્યુ છે.

કોરોનાએ ટ્રાવેલ-ટુરિઝમ સેક્ટરને અસર પહોંચાડી

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની સ્થિતિએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે 50 ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી જરૂરતમંદ વ્યક્તિઓને દૈનંદિની પ્રવૃત્તિઓ માટે અવરજવર – યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે.

ઇન હાઉસ નિર્માણ

કર્મયોગીઓએ કોરોના સંક્રમણની સ્થિતીમાં પણ અહનિર્શ ફરજરત રહિને આ 1000 બસ પૈકીના પ્રથમ લોટની 101 BS-6 બસોનું નરોડા ખાતેના સેન્ટ્રલ વર્કશોપમાં નિર્માણ કર્યુ છે, સીએમ રૂપાણીએ આ બસોના ઇન હાઉસ નિર્માણ માટે કર્મયોગીઓને અભિનંદન આપતાં કહ્યું કે, મુસાફરોને સારી, સરળ અને વિશ્વસનીય પરિવહન સેવાઓ પુરી પાડીને કોરોના કાળમાં પણ તમે સૌએ યાતાયાત કામ અટકવા દીધું નથી તે પ્રસંશનીય છે. તેમણે એસ.ટી. નિગમના કર્મયોગીઓને કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન લેવાની અપીલ કરતાં એમ પણ કહ્યું કે, વેક્સિન લઈ સ્વયંની સલામતિ, ઘર પરિવારની સલામતિ અને પ્રવાસીઓનું સુરક્ષિત સલામતિ પરિવહનનું દાયિત્વ સૌ અદા કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.