- મૃત ST કર્મચારી માટે ફાળો ઉઘરાવી આર્થિક મદદ
- સરકારે ST બસ કર્મચારીઓને નથી ગણ્યા કોરોના વોરિયર
- રૂપિયા 1 લાખ જેટલી રકમ ભેગી થઈ
રાજકોટ : શહેર સહીત પાંચ ડીવીઝનમાં 18 સહીત રાજ્યના 150 કર્મીઓ કોરોના સામે ન જંગ હાર્યા છે ત્યારે સરકારને એટલી જ વિનંતી છે કે એસટીના કર્મીઓને વહેલી તકે કોરોના વોરીયર્સ જાહેર કરી રૂપિયા 25 લાખની સહાય આપવામાં આવે.
ગત 7 મે થી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરુ કરતા એક અઠવાડિયામાં રૂપિયા 1 લાખ એકઠા થયા
રાજ્ય સરકારે કોરોના વોરીયર્સ ન ગણી સહાય ન કરતા રાજકોટની લાઈન ચેકિંગ શાખાના બે અધિકારીએ સૌરાષ્ટ્રના પાંચ ડીવીઝનમાં મૃત્યુ પામતા કર્મીઓના પરિવારને સહાય માટે ફાળો ઉઘરાવવાનું શરુ કર્યુ છે. ઓનલાઈન ફાળામાં રૂ.1 લાખ તો એકઠા થઇ ગયા છે પરંતુ તે અપૂરતી જણાતા હવે બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે.માટે તા.7 મે થી ઓનલાઈન ફાળો ઉઘરાવવાનું શરુ કરતા એક અઠવાડિયામાં રૂ.1 લાખ એકઠા થયા છે. જોકે હવે ડીવીઝનના તમામ બસ સ્ટેન્ડ પર પેટી મૂકાઈ છે.