ETV Bharat / state

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: કયા કયા કારણોને લીધે લોકો આત્મહત્યા કરે છે? - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન

સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આત્મહત્યા કરવા પ્રેરાતા લોકોને યોગ્ય માર્ગદર્શન વડે કાઉન્સિલિંગ કરીને શક્ય તેટલા આત્મહત્યાના કિસ્સાઓ ઘટાડી શકવાના ઉદ્દેશ્ય સાથે આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: કયા કયા કારણોને લીધે લોકો આત્મહત્યા કરે છે?

author img

By

Published : Sep 10, 2020, 5:29 PM IST

જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં 10મી સપ્ટેમ્બરનો દિવસ આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે આત્મહત્યા કરવા માટે પ્રેરાયેલા વ્યક્તિઓને યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સિલિંગ દ્વારા તેને ફરીથી સામાજીક જીવનના પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આત્મહત્યાનું પ્રમાણ ઘટાડી શકવામાં મદદ મળી શકે, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આત્મહત્યાનું પ્રમાણ ઘટાડવામાં વિશ્વને હજુ પણ સફળતા મળી નથી જે ચિંતાજનક વાત છે.

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: કયા કયા કારણોને લીધે લોકો આત્મહત્યા કરે છે?
આ અંગે જૂનાગઢના મનોવૈજ્ઞાનિક ભરત જોશીએ જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિ આપઘાત કરવા ઈચ્છતી હોતી નથી પરંતુ પોતાની નિરાશા ઓળખીને પોતાના પ્રશ્નોમાં કોઈ વ્યક્તિ દરમિયાનગીરી કરે તેવું ઇચ્છતી હોય છે. આવા સમયમાં કોઈપણ આત્મહત્યા કરવા નીકળેલા વ્યક્તિને તેના પરિવારજનો, મિત્રો, સમાજશાસ્ત્રીઓ જો મદદ ન કરી શકે તો આવી વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે અને પોતાના જીવનનો અંત આણી દેતી હોય છે. કોઈપણ પ્રકારની માનસિક અને ગંભીર બીમારી પાછળ બેરોજગારી, અભ્યાસ અને પ્રેમમાં નિષ્ફળતા, વ્યવસાયમાં કોઈ મોટી આર્થિક નુકસાની, સામાજિક અસ્વીકાર, પારિવારિક સમસ્યા તેમજ આર્થિક તંગી સહિત કેટલાક કારણો જવાબદાર હોય છે.

વાત આત્મહત્યાના આંકડાઓની કરીએ તો સમગ્ર વિશ્વમાં 1971માં 43% , 1992માં 80%, 2000માં 108 ટકા અને 2018માં 134 આપઘાત કરવાના બનાવો બન્યા છે જે દર્શાવે છે કે દર વર્ષે આત્મહત્યાના કિસ્સા અને તેનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પાછલા બે વર્ષમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં 1500 કરતાં વધુ વ્યક્તિએ પોતાનો જીવ આત્મહત્યા કરીને ત્યજી દીધો છે તે પણ એક ચિંતાજનક બાબત છે. એશિયાઈ અને રશિયન દેશોમાં ચિંતાજનક રીતે આ પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ભારતમાં પણ તેનો દર 19% ની આસપાસ જોવા મળી રહ્યો છે જે સમગ્ર વિશ્વમાં એક થી પાંચ ક્રમમાં આવી રહ્યું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના તારણ મુજબ વર્ષ 2020 સુધીમાં 1.5 મિલિયન વ્યક્તિઓ સમગ્ર વિશ્વમાં આત્મહત્યા કરવા સુધી પહોંચી જશે. ભારતમાં દર મહિને 70 જેટલા ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં સૌથી વધુ આત્મહત્યાનું પ્રમાણ તમિલનાડુ રાજ્યમાં જોવા મળે છે જેનો દર 12 ટકાથી વધુ છે. જ્યારે ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ 5 ટકા જોવા મળે છે. જેને વિશ્વનો અતિ ધનાઢ્ય દેશ માનવામાં આવે છે તેવા સ્વિટ્ઝર્લેન્ડમાં આત્મહત્યાનું પ્રમાણ 14 ટકાની આસપાસ જોવા મળી રહ્યું છે. જે દેશ ક્રૂરતા માટે કુખ્યાત થઇ ગયો છે તેવા સીરિયામાં માત્ર 0.5 ટકા જ વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. સુખી-સંપન્ન અને ધનાઢ્ય દેશ અને પરિવારમાં આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે અને દિવસે ને દિવસે તે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.