મહુવા નગરપાલિકા દ્વારા યોજાયેલા વેક્સીનેશન કેમ્પમાં રજીસ્ટ્રેશનના છબરડા
મોટા ઉપાડે કરેલા કેમ્પમાં વેક્સિન આપનાર લોકો દ્વારા જ રજિસ્ટ્રેશન ન થતા ભારે હોબાળો
રજીસ્ટ્રેશન કરાવીને પછી આવજો તેમ કહી લોકોને પાછા કાઢ્યા
વૃદ્ધ અને મોટી ઉંમરના લોકોને પડી મુશ્કેલીઓ
ભાવનગર: સરકાર દ્વારા વેક્સિન આવ્યાની જાહેરાત થયાના થોડા દિવસોમાં જ મહુવામાં નગરપાલિકા અને ભાજપ દ્વારા મોટા ઉપાડે વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઈપણ ઉંમરના બાધ વગર વેક્સીનેશન કરવામાં આવ્યું હતું અને 18 થી ઉપરના તમામ ને વેક્સીન આપવમાં આવી હતી. આ ઉપરાંત મહુવા નગરપાલિકાના કર્મચારીઓ આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવા બેસાડ્યા હતા. જેમાં અડધાથી ઉપરના લોકોના રજીસ્ટ્રેશન ન થતા બીજા ડોઝ લેવા જતા હેલ્થસેન્ટર ઉપર પેલા ડોઝનું રજીસ્ટ્રેશન કરાવી પછી આવવાનું કહેતા મહુવાના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
મહુવામાં ભાજપ અને નગરપાલિકા આયોજિત વેક્સીનેશન કેમ્પમાં પહેલા 4500 જેટલા લોકોએ વેકસીનેશન કરાવ્યું હતું. આ કેમ્પમાં બહુ સફળતા મળી હોવાનું પુરવાર કરીને બીજા અઠવાડિયામાં બીજો કેમ્પ પણ કરવામાં આવેલ આમ સફળતાની કડી માં અનેક ક્ષતિ રહી હોવાનું ખુલ્યું છે અને અનેક લોકોના રજીસ્ટ્રેશન ન થયા હોવાનું જાણવા મળ્યું છે.
રજીસ્ટ્રેશન પણ ના થયું, રસીનો જથ્થો પણ ખૂટ્યો
જે લોકોના રજીસ્ટ્રેશન નથી થયા એ લોકો ને જેતે સમયે sms આવ્યા ન હતા જ્યારે મેસેજ ન આવ્યાનું નગરપાલિકાના કર્મચારીઓને લોકો પૂછતાં તો જવાબ એ મળતો કે સિસ્ટમ બીઝી છે મેસેઝ આવી જશે. આવા મોટી ઉંમરના લોકોને તોછડા જવાબ પછી 66 દિવસ સુધી મેસેઝ ન આવતા આવા વૃદ્ધ લોકો હેલ્થસેન્ટર ઉપર ધક્કા ખાયછે અને સાથે એમ પણ કહે છે કે હમણાં વેકસીન નથી હમણાં ધક્કા ન ખાતા.
હાલ દેશમાં કોરોનાનો પ્રકોપ ચાલે છે અને લોકો મોટી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે સરકાર મોટી જાહેરાતો કરે કે વેકસીન કરાવો અને અહીંયા વેકસીનેશન કરવા માટે જતા લોકોને વેકસીન આપતા નથી. આમ મહુવાની જનતા નેતાના વિશ્વાસમાં આવીને વેક્સીનેશન કરાવ્યું પણ બીજા ડોઝ માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિમાં મુકાય ગયા છે.