ETV Bharat / state

લોકડાઉનમાં રૂપિયા 5000ના બોનસની લાલચ આપી પોરબંદરના યુવાન સાથે છેતરપીંડી, પોલીસે રકમ પરત અપાવી - સાયબર ક્રાઇમ

લોકડાઉનમાં અનેક લોકોની પરિસ્થિતિ નબળી છે ત્યારે ગઠિયાઓએ છેતરપીંડીનો નવો કીમિયો અજમાવ્યો છે. જેમાં લોકડાઉનમાં રૂ. 5000 રૂપિયાનું બોનસ આપે છે તેમ કહી યુવાન સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. પોરબંદર પોલીસે આ અંગે તરત કાર્યવાહી હાથ ધરતા યુવાનને તમામ રકમ પરત અપાવી હતી.

લોકડાઉનમાં રૂ. 5000ના બોનસની લાલચ આપી પોરબંદરના યુવાન સાથે છેતરપીંડી, પોલીસે રકમ પરત અપાવી

author img

By

Published : May 11, 2021, 10:35 PM IST

  • લોકો માટે ચેતવણી સમાન કિસ્સો
  • કોઈપણ લોભામણી લિન્ક આવે તો ઓપન ન કરવી
  • પોરબંદરના યુવાન સાથે રૂ. 4999 રૂપિયાની છેતરપિંડી

પોરબંદર: હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગઠિયાઓ દ્વારા અનેક તરકીબો યોજી રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે તેઓ જ એક કિસ્સો પોરબંદરમાં બન્યો છે. પોરબંદરના એક યુવાનને કોરોના અને લોકડાઉનના કારણે કંપની દ્વારા 5,000 નું બોનસ આપવામાં આવે છે તેમ કહી સાઇબર ક્રાઇમની ઘટના બની હતી. જો કે તાત્કાલિક આ યુવાને પોલીસનો સંપર્ક કરતા તમામ રકમ પરત મળી હતી.

એક ક્લિક કરતા જ પરેશભાઈના ખાતામાંથી 4999 રૂપિયા ઉપડી ગયા

પોરબંદરમાં પરેશ કોટિયા નામના યુવાનને વર્ષ 2019માં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમારી કંપની કોરોના અને લોકડાઉનના કારણે 5000 રૂપિયાનું બોનસ આપે છે આ બોનસ મેળવવા માટે તમે તમારી ફોન એપ ખોલો અને તેમાં આપેલ કોડ સ્કેચ કરો જેથી તમારા ખાતામાં 5000 રૂપિયા જમા થઈ જશે પરંતુ પરેશભાઈ એપ વાપરતા નહોતા તેથી તેમના ફોનમાં ફોન પે એપ નથી પરંતુ પેટીએમ એપ હોય તેમાં કોડ મોકલવા જણાવ્યું હતું અને paytm પર આવેલ કુપન ક્લિક કરતાની સાથે જ પરેશભાઈના ખાતામાંથી 4999 રૂપિયા ઉપડી ગયા હતા. ત્યારબાદ આરોપીએ રિફંડના નામે નવું ઉપર સકેચ કરવા જણાવ્યું હતું પરેશભાઈએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

પોલીસે તમામ રકમ પરત અપાવી

પરેશભાઈના 4999 રૂપિયા ગયા હોવાનું માલુમ પડતાં પોતે છેતરાયા હોય જેથી પોરબંદર પોલીસને જાણ કરી હતી પોરબંદર પોલીસના નાયબ પોલીસ અધિક્ષક શહેર જે.શી કોઠીયા અને પી આઈ પી.આર પટેલ ના માર્ગદર્શન હેઠળ પોરબંદર સાયબર સેલના પી એસ આઈ સુભાષ ઓડેદરા અને ટીમ દ્વારા જરૂરી કાર્યવહી કરતા પરેશ ભાઈ ના ખાતામાં 4999 રૂપિયા પરત આપાવ્યા હતા. પરેશ ભાઈ એ પોરબંદર પોલીસનો આભાર માન્યો હતો.

પોરબંદર પોલીસે કરી લોકોને અપીલ

પોરબંદર પોલીસ વિભાગના અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોના અને લોકડાઉનના નામે બોનસ મળે છે અથવા કોરોના વેક્સિન રજિસ્ટ્રેશન માટે કોઇ લિંક મોકલવામાં આવે અને ઓટીપીની માંગણી કરે અથવા કુપન સ્ક્રેચ કરવાનું કહે તો આપવા નહિ .આ કામગીરી માં પોરબંદર પોલીસ સાયબર સેલના પી .એસ આઈ સુભાષ ઓડેદરા, લોક રક્ષક રાકેશ દયાતર તથા ભરત મોરી રોકાયેલ હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.