ભાવનગર: સરકાર ગરીબોના નામે હજારો સરકારી આવાસો બનાવે છે. નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસો બન્યા છે. આમ છતાં શહેરમાં એક પણ મફતનગર ઓછું થયું નથી. ત્યારે આવાસમાં કાં ગરીબો તેવો સવાલ ઉભો થયો છે. જો કે ગઢેચી નદી કાંઠે લોકોને મહાનગરપાલિકાએ નોટિસો પાઠવી ખાલી કરવા જણાવતા ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિએ રેલી યોજી હતી. ETV BHARATએ ગઢેચી નદી કાંઠે વસતા લોકોના સ્થળે પહોંચી ETV BHARATએ રીયાલીટી ચેક કર્યું હતું, જેમાં સ્થાનિક લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી.
ભાવનગરની ગઢેચી નદી ઉપર વર્ષોથી થયેલા દબાણને મહાનગરપાલિકાએ નજર અંદાજ કર્યા અને હવે પ્રોજેક્ટ આવતા જ નોટિસો પાઠવી છે. ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિ સાથે કોંગ્રેસે મળીને રેલી યોજી આવેદનપત્ર પણ પાઠવ્યું છે, તો બીજી તરફ શહેરમાં સરકારી આવાસો ગરીબોને ફાળવવામાં આવતા હોવા છતાં મફતનગર કેમ ઓછા નથી થતા? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે ETV BHARATએ ગઢેચી નદી ખાતે રહેતા લોકોના સ્થળ પર પહોંચી રિયાલિટી ચેક કર્યું હતું.
મહાનગરપાલિકાનો પ્રોજેકટ શું અને નોટિસ કેટલી આપી?
મહાનગરપાલિકાના ઇન્ચાર્જ પ્રોજેક્ટ અધિકારી સૂર્યદિપસિંહે જણાવ્યું હતું કે, આ સરકારની અમૃત ગ્રાન્ટ હેઠળ ગઢેચી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ મંજુર થયેલો છે. જેની રકમ અંદાજે તો 69 કરોડ છે. જે થાપનાથ મહાદેવ મંદિરથી લઈને હાલ મોતી તળાવ વીઆઇપી રોડ સુધી ગઢેચી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ છે એ પ્રગતિમાં છે. જેમાં કુલ અત્યાર 477 કલમ હેઠળ 818 નોટિસો પાઠવવામાં આવેલી છે. અને આગામી સમયમાં 478 કલમ હેઠળ ફરીથી નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ કેનાલનું લાઇનિંગ, બંને કાંઠે રોડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર અને ફુલ સ્ટ્રક્ચરનું કામ છે તે શરૂ કરવામાં આવશે.

સ્થાનિક લોકોએ શું કહ્યું?
ગઢેચી નદી કાંઠે રહેતા લોકોની જાણકારી મેળવવા ETV Bharat સ્થળ પર પહોંચ્યું હતું. કુંભારવાડા પુલ પાસેથી નદી કાંઠે રહેતા લોકોને મળ્યા ત્યારે ગઢેચી નદી કાંઠે રહેતા આસ્થાનાબેને જણાવ્યું હતું કે, અમે નદી વિસ્તારમાં રહીએ છીએ અને અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, અને ગરીબ માણસ છીએ રોજનું લાવીને રોજનું કરીએ છીએ. જ્યાં દેવાનું છે ત્યાં દે છે. કાંઈ આવાસ યોજનામાં અમને નથી દેતા. અમે અહીંયા 30 થી 40 વર્ષથી રહીએ છીએ. અમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યા હતા પરંતુ અમને કાંઈ ફોન પણ નથી આવ્યોને કાંઈ મળ્યું નથી.
વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા આવીને મત લઈ જાય છે તો અમારા માટે કોઈ વસ્તુ નથી અત્યારે અમને એવું કીધું છે સાત દિવસની નોટિસ છે અને વધુમાં વધુ 15 દિવસ આપ્યા છે. ત્યાં સુધીમાં ખાલી કરી નાખજો. અમારે ઘર જ નથી અમે મ્યુનિસિપાલટીમાં ઝૂંપડું કરીને રહેવા જવાના છીએ.

આ બાદ કાંતાબેન અમને મળ્યા હતા. કાંતાબેને આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે 15 જણા છીએ, અમે મ્યુનિસિપાલિટીમાં હતા અને રિટાયર્ડ થઈ ગયા છીએ અત્યારે છોકરાઓ પ્રાઇવેટ ધંધા-મજૂરી કરે છે. અમે મ્યુનિસિપાલિટીમાં હતા ત્યારે મકાન બનાવ્યા હતા હવે ખાવા કંઈ નથી. અમને મકાન આપે તો જ મકાન પાડવા દેશું નહીંતર અમે અમારો જીવ મ્યુનિસિપાલિટી આપી દેશું.
"મનપાની મળેલી નોટીસની ધમકીથી મકાન ખાલી કર્યું"
નદી કાંઠે એક મકાન જાતે પાડવામાં આવ્યું હતું. અમે શોધખોળ કરી તો એ શખ્સ મળી આવ્યા ત્યારે જેને મકાન જાતે પાડ્યું તે નરેશભાઈ ખીમજીભાઈ ધારૈયાએ જણાવ્યું હતું કે, અહીંયા મારું આ મકાન 30 થી 40 વર્ષથી છે. અહીંયા ચાર ઓરડી હતી મારા પપ્પાની બનાવેલી અને પાડવાનું તો એ માટે કર્યું કે મ્યુન્સિપાલટી વાળા નોટિસ આપી ગયા કે મકાન પાડી દેજો નહિતર સાત દિવસમાં અમે લોકો આવીને પાડી જઈશું એટલે પાડ્યું છે. સ્વેચ્છાએ પડ્યું નથી ધમકીથી પાડેલું છે. ઈંટો, પતરાં અમારે નીકળે તો કામ લાગી જાય. સ્વેચ્છાએ પાડ્યું નથી ધમકીથી પાડેલું છે. અહીંયા લાઈનમાં 20 લોકો રહે છે. બધાને કહી ગયા છે. કોઈને કોઈને સરકારી આવાસ મળ્યા નથી.

સરકારી આવાસ નથી જરૂર એના મકાનો હોવાના આક્ષેપ
ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ સાથે કોંગ્રેસ સાથે રહીને લડતમાં જોડાય છે. ત્યારે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઝુપડપટ્ટી હિત રક્ષા સમિતિનો પ્રોગ્રામ હતો. કોંગ્રેસ પક્ષે એને ટેકો દીધો છે અને ખાસ કરીને હું કહું છું કે જે લોકોને ગરીબો આપણે મકાન નથી એને મકાન આપવા પડે. હું એવું માનું છું જે આવાસ બનાવ્યા છે જેને મકાન છે. તેને પાંચ પાંચ મકાનો એમાં લીધા છે જેને જરૂરિયાત નથી. એને મકાન આપ્યા છે.

"સરકારી આવાસો બને તો મફતનગર ઘટવા જોઈએ"
પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, હું એમ કહું છું કે કોર્પોરેશનના શાસકો, રાજકીય આગેવાનોએ ભેગા થઈને જ્યાં આવા મફતનગર છે ત્યાં સેન્ટરો ખોલી એને મકાન આપે રો વ્યાજબી છે. સરકારે એ વિચારવું જોઈએ કે આ મફતનગર છે તે ઓછા કેવી રીતે થાય, તે પ્રમાણે કરે તો ગરીબો ઓછા થાય. આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેશું તો આપોઆપ આ લોકો ખાઈ કરી દેશે. પરંતુ જો આ રોજનું રળીને રોજનું ખાનારાઓના મકાન પાડી દેશું તો આ લોકો જાશે ક્યાં આ લોકો.
આ પણ વાંચો: