ETV Bharat / state

કચ્છમાં શિક્ષણ રામ ભરોસે ! શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ - KUTCH NEWS

સરહદી જિલ્લા કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. બે વર્ષમાં લગભગ 3400 શિક્ષકોએ જિલ્લા ફેરબદલી કરાવી ગયા છે.

શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ
શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

કચ્છ: ભણશે ગુજરાત... તો આગળ વધશે ગુજરાત. એ સરકારની વાત માત્ર કાગળ ઉપર જ શોભા આપે, પરંતુ સરહદી કચ્છ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. 1700 શિક્ષકની બદલી સામે માત્ર 25 શિક્ષક જ આવતા કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.

કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન યથાવત: કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટની અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેર બદલી કરાવીને વતનની વાટ પકડી છે. હજુ પણ જિલ્લા ફેર બદલીનો બીજો રાઉન્ડ બાકી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બદલી કેમ્પનો અમલ કરવામાં આવશે. તો જિલ્લામાં 9496 ના મહેકમ સામે 50 ટકા જેટલી જગ્યા ખાલી થશે. જિલ્લાને 1600 શિક્ષક નવા મળવાના છે, તેના પહેલા તેનાથી વધુની સંખ્યામાં તો જિલ્લા ફેર બદલીઓ થઈ ચૂકી છે. એવી આશા હતી કે નવી ભરતીના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તે પુરાઇ જશે પરંતું તેના બદલે તો શિક્ષકોની ઘટ વધી રહી છે.

શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા કટોકટીની સ્થિતિ સર્જાઈ (Etv Bharat Gujarat)

2 વર્ષમાં 3400 શિક્ષકો બદલી કરાવી ગયા: વર્ષ 2023 અને 2024માં જિલ્લામાંથી કુલ 3400 જેટલા શિક્ષકોએ ઘરની વાટ પકડીને જિલ્લા ફેર બદલીઓ કરાવી ગયા છે. જિલ્લાના રાજકીય નેતાઓએ પણ આ બાબતે રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરવી જરૂરી છે. જો સરકાર દ્વારા શિક્ષણ બાબતે કચ્છ જિલ્લાની અપેક્ષા કરવામાં આવશે તો સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર પરિસ્થિતિ ઊભી થશે.

માત્ર 25 શિક્ષક જ કચ્છ આવ્યા: સરહદી કચ્છ જિલ્લામાં બાળકોના ભવિષ્ય માટે સરકારનો કોઈ પણ વિચાર નથી. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ઘટ જોવા મળી રહી છે. એમાં પણ હવે 400 જેટલા શિક્ષકો ઓફ લાઇન અને 1364 જેટલા શિક્ષકો ઓનલાઇન ફેર બદલી કરી રહ્યા છે ત્યારે એમની સામે માત્ર 25 શિક્ષક જ કચ્છ આવ્યા છે, એટલે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત એ સરકાર માત્ર સૂત્રોચ્ચાર કરે છે. અત્યારે કચ્છમાં પ્રાથમિક સરકારી શાળામાં શિક્ષકોની મોટી ઘટ છે. સરકારે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતને ગંભીરતાથી લેવી પડશે. જો આવી પરિસ્થિતિ રહી તો બાળકોના ભવિષ્યમાં ભણતર બિલકુલ જોવા નહિ મળે.

કુલ 2167 જેટલા શિક્ષકોએ અરજી કરી: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પહેલા યોજાયેલા ઓનલાઈન બદલી કેમ્પમાં કચ્છમાંથી અન્ય જિલ્લામાં જવા માટે કુલ 2167 જેટલા શિક્ષકોએ અરજી કરી હતી. જે પૈકી 1364 જેટલા શિક્ષકની જિલ્લા ફેર બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેથી કચ્છનું પ્રાથમિક શિક્ષણ હવે જાણે કે રામભરોસે થઈ ગયું હોય તેવો તાલ સર્જાયો છે. કચ્છને શિક્ષણ મુદ્દે થઈ રહેલા અન્યાય સામે જિલ્લાના સાંસદથી લઈ ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા શાસક પક્ષના લોકોએ પણ આ બાબતે અવાજ ઉઠાવવો જરૂરી બન્યો છે.

1364 જેટલા શિક્ષકની બદલીના ઓર્ડર: શિક્ષકોની કાયમી ઘટ ભોગવતા કચ્છ જિલ્લામાં આમેય લાંબા સમયથી જગ્યાઓ ખાલી પડી છે. તેમાં હાલમાં સરકાર દ્વારા યોજાયેલા જિલ્લા ફેર ઓનલાઈન બદલી કેમ્પમાં કચ્છમાંથી 1364 જેટલા શિક્ષકની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જિલ્લામાં વારંવાર બદલી જતા શિક્ષકોના કારણે કચ્છના બાળકોના અભ્યાસ સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તો ઓનલાઈન બદલીનો માત્ર પ્રથમ રાઉન્ડ જ પૂરો થયો છે. જેમાં આટલી માત્રામાં શિક્ષકની બદલી થઈ છે. હજુ તો બદલીનો બીજો રાઉન્ડ બાકી છે ત્યારે આ બદલીઓના આંકડો ક્યાં પહોંચશે તે પણ એક મોટો સવાલ છે.

કચ્છને 1600 જેટલા શિક્ષક મળવાની સંભાવના: ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મળેલી બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કે જ્યાં સુધી શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી બદલી પામેલા શિક્ષકોને છૂટા ન કરવા. આગામી સમયમાં કચ્છમાં 9496 ના મંજૂર મહેકમ સામે 50 ટકા જેટલી ઘટ ઊભી થશે. કચ્છમાં આગામી સમયમાં થનારી ભરતીમાં કચ્છને 1600 જેટલા શિક્ષક મળવાની સંભાવના છે પરંતુ તે પહેલાં તેનાથી વધુ શિક્ષક તો બદલી જશે એટલે શાળાઓ તો ખાલીને ખાલી જ રહેવાની છે. શિક્ષકોની ઘટ હોતા બાળકોનું ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રે અંધકારમય બની રહ્યું છે.

કચ્છના સ્થાનિક શિક્ષકોને નોકરી મળે તો સમસ્યાનો ઉકેલ આવે: વર્ષ 1997માં કચ્છની અંદર PTC કરતા શિક્ષકોને કચ્છની અંદર જ કચ્છની શાળાઓમાં શિક્ષકો તરીકે નોકરી મળતી હતી. સ્થાનિકો જ શિક્ષક તરીકે બાળકોને ભણાવતા જેથી કરીને સ્થાનિક લોકોને રોજગારી પણ મળે અને શિક્ષકોની ઘટ પણ ન રહે. પરંતુ હવે આગામી સમયમાં પણ જો આવી રીતે જ સ્થાનિકોને શિક્ષક તરીકે નોકરી આપવામાં આવે તો કચ્છમાં કાયમી શિક્ષકોની ઘટની સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.

નવા શિક્ષક ન ફાળવાય ત્યાં સુધી આ બદલી અટકાવા રજૂઆત: આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 'સરકારના નિયમ પ્રમાણે તો આ શિક્ષકોને છૂટા કરવા જ પડે, પરંતુ કચ્છમાં શિક્ષકોની મોટી ઘટ છે એટલે જ્યાં સુધી નવા શિક્ષક ન ફાળવાય ત્યાં સુધી આ બદલી અટકાવી રાખવા પદાધિકારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે. અત્યારે કુલ 1700 સામે 25 શિક્ષકો કચ્છ આવ્યા છે. સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી રહી છે. તો કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને રાજ્યના શિક્ષણ અધિકારી સુધી પણ વાત પહોંચાડી દેવામાં આવી છે.'

શિક્ષણમંત્રીને પણ મુખ્યપ્રધાન મારફતે રજૂઆત કરાઈ છે: આ અંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનક સિંહ જાડેજાએ જણાવ્યું કે, 'કચ્છમાં છેલ્લા 35 વર્ષથી આવી જ હાલત છે જે કમનસીબી છે. તાજેતરમાં કચ્છ આવેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ સમસ્યાનો કાયમી રસ્તો કાઢવા રજૂઆત કરી છે. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને ઋષિકેશ પટેલ સાથે પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી છે. કચ્છમાં શિક્ષણનો મુદ્દો ગંભીર છે એટલે તમામ લોકો આ બાબતે રજૂઆત કરી રહ્યા છીએ અને રાજ્યના મુખ્યપ્રધાન પણ આ બાબતે રસ દાખવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. PMJAY કાંડ 2.0: નરોડાની શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં, સારવાર દરમિયાન 62 વર્ષીય દર્દીનું મોત...
  2. સુરત: ગટરના પાણીમાં પુરુષો-મહિલાઓ ધૂણતા હોવાનો વીડિયો વાઈરલ, તપાસમાં શું સામે આવ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.