કોરોના બાદ હવે મ્યુકોરમાયકોસિસનું જોખમ
મ્યુકોરમાયકોસિસના એકપણ દર્દીને હજુ સુધી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી
અલગ વોર્ડ ઉભા કરી દર્દીઓને અપાઈ રહી છે સારવાર
જામનગર: કોરોના લાંબા સમયથી હાહાકાર મચાવી રહ્યો છે, જો કે છેલ્લા કેટલાક દિવસથી કોરોના કૂણો પડ્યો છે અને કેસોની સંખ્યા સતત ઘટી રહી છે, પરંતુ કોવિડવાળા દર્દીઓને હવે મ્યુકોરમાયકોસિસની બીમારી સતાવી રહી છે. પરિણામે હરિયાણા, રાજસ્થાન અને તેલંગણાએ આ બીમારીને મહામારી તરીકે જાહેર કરી છે.
રાજ્ય સરકારે મ્યુકોરમાયકોસિસને મહામારી જાહેર કરી
હાલ મહારાષ્ટ્રમાં 2000, ગુજરાતમાં 900, રાજસ્થાનમાં 500, હરિયાણામાં 122, દિલ્હીમાં 85, મધ્યપ્રદેશમાં 750 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે અને તેઓ સારવાર હેઠળ છે. જામનગરમાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા ધીમે ધીમી વધી રહી છે. આજની સ્થિતિએ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 104 દર્દીઓ સારવાર હેઠળ છે.
કોવિડ હોસ્પિટલમાં અલગ વોર્ડ બનાવવામાં આવ્યો
જી.જી. હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે ખાસ વોર્ડ અને ખાસ ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. કાન, ગળા, ગળા અને આંખ વિભાગના તબીબો આ રોગની સારવાર કરી રહ્યા છે.