- દેશમાં બર્ડ ફ્લૂની દેહશત વચ્ચે સુરતમાં માઠા સમાચાર
- 5 દિવસમાં 120 મરઘાના મોત
- પશુ ચિકિત્સા વિભાગ થયું દોડતું
- શંકાસ્પદ મરઘાના મોતથી લોકોમાં દહેશત
સુરતઃ દેશમાં બર્ડ ફ્લૂની દેહશત વચ્ચે રાજ્યમાં પણ બર્ડ ફ્લૂ ડિટેકટ થયું છે, ત્યારે માંગરોળમાં થયેલા શંકાસ્પદ મરઘાના મોતથી લોકોમાં દહેશત ફેલાઈ છે. આ મરઘાના મોતના કારણે પશુ ચિકિત્સા વિભાગ પણ દોડતું થયું છે. ઉલ્લેખનીય છે કે, 5 દિવસ અગાઉ બારડોલીના મઢી ખાતે 5 જેટલા કાગડા મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ગઈકાલે શુક્રવારે બારડોલીમાંથી પણ 15 જેટલા કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે, ત્યારે માંગરોળમાં થયેલા મરઘાના મોતના સમાચાર ચિંતા જનક કહી શકાય છે. જો કે, પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા ગઈકાલે શક્રવારે સાંજે પશુ ચિકિત્સા વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી તાલુકા ચિકિત્સા વિભાગ તેમજ જિલ્લા પશુ ચિકિત્સા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત મરઘાના સેમ્પલો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.