ETV Bharat / state

ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત - Bharuch district news

ભરૂચના નેત્રંગ-મોવી રોડ પર એક પેસેન્જર કાર ખાઈમાં ખાબકતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં 5 લોકોના મોત થયા હતા.

નેત્રંગ મોવી રોડ
નેત્રંગ મોવી રોડ
author img

By

Published : May 12, 2021, 3:27 PM IST

Updated : May 12, 2021, 7:27 PM IST

  • ભરૂચના નેત્રંગ-મોવી રોડ પર અકસ્માતમાં 5 લોકોના મોત
  • પેસેન્જર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત
  • પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને ટક્કર મારી

ભરૂચ : નેત્રંગ-મોવી રોડ પર એક પેસેન્જર કાર ખાઈમાં ખાબકતા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ માર્ગ પરથી એક પેસેન્જર ઇકો કાર પ્રવાસીઓને બેસાડી પસાર થઈ રહી હતી એ દરમ્યાન પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને કારણે ટક્કર મારી હતી. જોરદાર ટક્કરના કારણે કાર માર્ગની નીચે ખાઈમાં ખાબકી હતી. જેમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાકીના ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે રાજપીપળા ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગંભીર ઇજાના પગલે 4 મહિલાઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.

ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

આ પણ વાંચો - નેત્રંગના કંબોડીયા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

મૃતકો ખાનગી કંપનીના કામદાર

બનાવની જાણ થતા જ નેત્રંગ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત કારને બહાર કાઢી હતી. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો ખાનગી કંપનીમાં કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા એ દરમ્યાન તેઓને કાળ ભરખી ગયો હતો.

નેત્રંગ મોવી રોડ
પેસેન્જર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત

આ પણ વાંચો - નેત્રંગની ચાસવડ ચોકડી નજીક ટ્રક અને જીપ વચ્ચે અકસ્માતમાં 2ના મોત, 5 ઇજાગ્રસ્ત

Last Updated : May 12, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.