મહારાષ્ટ્રમાં હથનુર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં ત્યાંથી દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતુ. જે પાણી ઉકાઈ ડેમમાં આવતા તેમજ ઉકાઈ ડેમન કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. જેના પગલે રવિવારે 4 દરવાજા 6 ફૂટ જેટલા અને 1 દરવાજો 3 ફૂટ જેટલો ખોલવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના ઉપરવાસમાં વરસાદી માહોલ જામતા હથનુર ડેમમાં પાણીની આવક વધી હતી. હથનુર ડેમની જળ સપાટીની વાત કરીએ તો હાલ 210.053 મીટર છે. મોડી રાત્રે હથનુર ડેમમાંથી 1,89,000 કયુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું જે પાણી સીધું ઉકાઈ ડેમમાં આવતું હોવાથી ઉકાઈડેમના 10 દરવાજા 5 ફૂટ જેટલા ખોલી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરીએ તો 336.14 ફૂટ છે, ઇન ફ્લો 1,11,502 ક્યુસેક છે જ્યારે આઉટ ફ્લો 1,11,502 છે. ડેમમાં પાણીની સપાટીને જોતા દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર એ છે કે ધરતી પુત્રોને ખેતી માટે આગામી સમયમાં પાણીની કોઈ તકલીફ નહીં પડે.