ETV Bharat / state

"પ્રલય ઔર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હે", તાપીના શિક્ષકોએ 10,000 બાળકોને પુસ્તકો પહોંચાડ્યા

"પ્રલય ઔર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હે" ચાણક્યે કહેલી આ વાત અત્યારના સમયમાં પણ યથાર્થ ઠરે છે. ખાસ કરીને નિર્માણ કરવામાં શિક્ષકોની પાયાની ભૂમિકા રહી છે. તાપી જિલ્લામાં પણ શિક્ષકોએ નિર્માણની પરિભાષામાં વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પુસ્તકો પહોંચાડીને ખરા અર્થમાં શિક્ષક ધર્મ નીભાવ્યો છે. કોરોનાની મહામારીને કારણે હાલ આશ્રમશાળાઓ બંધ હોવાથી શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને 100 થી 150 કિલોમીટર દૂર તેઓના ઘરે જઈને પુસ્તકો પહોંચાડ્યા છે.

Tapi news
Tapi news
author img

By

Published : Jul 23, 2021, 11:05 PM IST

"પ્રલય ઔર નિર્માણ શિક્ષક કી ગોદ મે પલતે હે" તાપીમાં શિક્ષકોએ આ વાત સાર્થક કરી

કોરોના કાળમાં આશ્રમશાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે જઈને પુસ્તકો પહોંચાડ્યા

મહારાષ્ટ્રની સરહદ વિસ્તારના 10,000 જેટલાં વિદ્યાર્થીઓ આશ્રમશાળામાં અભ્યાસ કરે છે

તાપી: તાપી જિલ્લોએ આદિવાસી વસ્તી (Tribal population) ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં 57 આશ્રમશાળાઓ (Ashram schools) આવી છે. આ આશ્રમશાળા (Ashram schools) માં તાપી જિલ્લા સહિત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામડાઓ, ડાંગ અને સેલવાસ સહિતના ગામોના 10,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. કોરોનાને કારણે હાલ આ બાળકો શાળામાં આવી શક્યા નથી પરંતુ આ બાળકોને શિક્ષણ સમયસર મળી રહે તે માટે શાળાના શિક્ષકો સતત પ્રયત્નશીલ કાર્ય કર્યા છે.

તાપીના શિક્ષકોએ 10,000 બાળકોને પુસ્તકો પહોંચાડ્યા

વિદ્યાર્થી ગમે તેટલો દૂર કેમ ન રહેતો હોય પરંતુ અમારા શિક્ષકો આ બાળકોને સમયસર પુસ્તકો પહોંચાડી રહ્યા છે: એચ.એલ.ગામીત

તાપી જિલ્લાના આશ્રમશાળા આદિજાતિ વિકાસ અધિકારી (Ashram School Tribal Development Officer) એચ.એલ.ગામીત કહે છે કે, " હાલમાં કોરોનાને કારણે બાળકો શાળાએ આવી રહ્યા નથી પરંતુ નવું સત્ર શરૂ થઈ ગયું હોવાથી આ બાળકોને પુસ્તકો તેઓના ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. ઘણાં બાળકો એવા છે કે જે સેલવાસ, દુધની, કપરાડા, ડાંગ, નિઝર-ઉચ્છલ અને મહારાષ્ટ્રના બોર્ડરના ગામોમાંથી આવે છે. આ બાળકોને હાલ અમારા આશ્રમ શાળાના શિક્ષકો તેઓના ઘરે જઈને પુસ્તકો (books) પુરા પાડી રહ્યા છે. વિદ્યાર્થી ગમે તેટલો દૂર કેમ ન રહેતો હોય પરંતુ અમારા શિક્ષકો આ બાળકોને સમયસર પુસ્તકો પહોંચાડી રહ્યા છે. સમગ્ર આશ્રમશાળા (Ashram schools) માં દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને ભણાવવા પણ શિક્ષકો તેઓના ઘર સુધી જઇ રહ્યા છે.

અમે શિક્ષકો વિદ્યાર્થીઓના ઘર સુધી તેઓને ભણાવવા અને પુસ્તકો આપવા જઈએ છીએ: પરમાર જયદીપસિંહ

શિક્ષક પરમાર જયદીપસિંહ કહે છે કે "અમે શિક્ષકો વિદ્યાર્થીઓના ઘર સુધી તેઓને ભણાવવા અને પુસ્તકો (books) આપવા જઈએ છીએ. ઘણી વાર અમને તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. 150 કિલોમીટર દૂર જવા છતાં ઘણીવાર વિદ્યાર્થી કે તેના માતાપિતા મળતા નથી હોતા. કારણ કે, તેઓ મજૂરી માટે નાસિક કે મહારાષ્ટ્રના ગામોમાં જતા હોય છે. આવા કેસમાં અમારે 3 થી 4 વાર બાળકોના ઘરે જવું પડતું હોય છે. ઘણા શિક્ષકો બસ અને પોતાના વાહનો થકી જતા હોય છે. તેઓની એકમ કસોટી લેવા પણ તેઓના ઘર સુધી અમે જઈએ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.