ETV Bharat / state

Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ

ઊનાળાની ગરમી તપવા લાગતાં જ ગુજરાતના નાના જળાશયોમાં જળસંગ્રહ ઓછો થઇ જતો હોય છે. ત્યારે સરદાર સરોવર ડેમ સહિતના મોટા ડેમના પાણી કામમાં લેવાય છે. એવો મહત્ત્વનો ડેમ છે ઉકાઇ ડેમ, જ્યાં આ વર્ષે પાણીનો સંગ્રહ સારા પ્રમાણમાં હોવાથી તાપીના ઉકાઇ ડેમના પાણી ઓગસ્ટ માસ સુધી રાહત આપતા રહેશે.

Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ
Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ
author img

By

Published : Apr 20, 2023, 4:07 PM IST

Updated : Apr 20, 2023, 4:30 PM IST

ઉકાઇ ડેમના પાણી ઓગસ્ટ માસ સુધી રાહત આપતા રહેશે

તાપી : તાપી જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં આગામી ઓગસ્ટ માસ સુધી પૂરતું પાણી હોવાને લઈને ખાસ દક્ષિણ ગુજરાતના લોકો માટે પાણીને લઇને રાહતના સમાચાર છે. ઊનાળામાં પીવાના પાણીની અને વપરાશના પાણી માટે જિલ્લાનો ઉકાઇ ડેમ આધારભૂત સ્ત્રોત છે ત્યારે રાહતની વાત એ છે કે ઉકાઇ ડેમમાં પૂરતું પાણી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યાં છે.

પાંચ જિલ્લાની જીવાદોરી ઉકાઇ ડેમ દક્ષિણ ગુજરાતનો સરદાર ડેમ પછીનો મહત્ત્વનો ડેમ ઉકાઇ ડેમ છે. ત્યારે તાપી જિલ્લાના તાલુકામાં જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તમામ તાલુકાને આ વર્ષે પૂરતો પાણીનો જથ્થો પૂરો પાડવા સક્ષમ છે. ઉનાળાની ઋતુની ગરમીને ધ્યાને લઇને ઉકાઈ ડેમ ખેડૂતોના પાક માટે પાણીનો દાતાર ડેમ પણ ગણવામાં આવે છે. ત્યારે આ સમાચાર રાહતરુપ છે. ઉનાળાના શરુઆત થતાં પાણીની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતાં ઉકાઇ ડેમ જેને દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, સહિતના પાંચ જિલ્લાઓની લાઈફલાઈન સમા ઉકાઈ બંધમાં હજુય 56 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગતવર્ષ દરમિયાન વરસેલા પૂરતા વરસાદના કારણે આ વર્ષે ડેમમાં સંગ્રહાયેલું પાણી દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે.

આ પણ વાંચો Water in Gujarat Dams : દક્ષિણ ગુજરાતના આ મહત્ત્વના ડેમમાં પાણીના જથ્થાને લઇને શા છે સમાચાર? જૂઓ

ઉદ્યોગોને પણ પાણી મળશે ઉકાઈ ડેમ 5 જિલ્લાની પાણીનો પુરવઠો આપે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની પીવાની તરસ છીપાવાની સાથે સિંચાઈ, ઉદ્યોગનો આપવા માટે પણ પૂરતું પાણી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ આસપાસના 5 જિલ્લાઓને પીવાનાં તથા સિંચાઈ, ઉદ્યોગ માટે ઉપયોગી બની રહે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ લોકોને પીવા સહિત સિંચાઈ અને ઉધોગો માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સુરત જેવા શહેરમા આવેલ મોટી મોટી કંપનીઓને પણ પૂરતું પાણી ઓગસ્ટ માસ સુધી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.

આ પણ વાંચો Narmada Dam Foundation Day : નર્મદા ડેમને 62 વર્ષ પૂર્ણ, કઇ રીતે બન્યો "ગુજરાતની જીવાદોરી' જૂઓ

ઉકાઇ ડેમમાં પાણીનો જથ્થો : ઉકાઇ ડેમમાં હાલમાં 56 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ સંદર્ભે ઉકાઈ ડેમના કાર્યપાલક ઈંજનેર પ્રતાપ વસાવાએ જણાવ્યું હતું કે ડેમની હાલની સપાટી 324 ફૂટ છે અને જે જથ્થો છે તે 4192 MCM છે. એટલે કે 56 ટકા જેટલો જથ્થો હાલ ઉકાઇ ડેમમાં છે. ત્યાર પછી પણ ઉકાઇ ડેમમાં 2800 mcm જેટલો પાણીનો જથ્થો બચશે. જે પીવા માટે અને ઇન્ડસ્ટ્રી, ઇરીગેશન માટે પૂરતો પાણીનો જથ્થો છે. એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થાય ત્યાં સુધી પણ ઉકાઇ ડેમમાં પીવાનો જથ્થો ઉપલબ્ધ છે. જે દક્ષિણ ગુજરાતના લોકો માટે સારા સમાચાર છે તેમ ઉકાઈ ડેમના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પાંચ જિલ્લામાં પૂરતું પીવાનું પાણી : પાણીનો પૂરો જથ્થો હોવાને કારણે સિંચાઇને પૂરતું પાણી મળતું રહેશે જે ખેડૂતો માટે લાભદાયી બની રહેશે. પાંચ જિલ્લાઓમાં પૂરતું પાણી ઓગસ્ટ માસ સુધી રહેશેે એવું ઉકાઈ ડેમના અધિકારીનું કહેવું છે. પાંચ જિલ્લામાં પૂરતું પીવાનું પાણી તથા સિંચાઇ, ઉદ્યોગો માટે ઓગસ્ટ માસ સુધી પૂરતું પાણી મળી રહેશે. ઘણી વાર એવું થતું હોય છે કે ડેમમાં પાણી ઘટી જતું હોય છે, પરંતુ આ વખતે ડેમમાં પાણીનો જથ્થો 56 ટકા જેટલો છે તેથી અનેક લોકોને તેનો લાભ થશે. પાણી પૂરતું હોવાને કારણે ઢોર, ગાયો, વગેરે પશુપક્ષીઓને પુરતું પાણી મળતું રહેશે.

Last Updated : Apr 20, 2023, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.