ETV Bharat / state

તાપીના તાડકૂવા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની, કારની અડફેટે ચડેલાં આધેડનું મોત - કારની અડફેટે ૉ

તાપી જિલ્લાના તાડકૂવા ગામમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. કારચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લઇ લીધા હતાં જેમાં એક્ટિવા ચાલક આધેડનું મોત નીપજ્યું હતું. પોલીસે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.

વ્યારાના તાડકૂવા ગામમાં હિટ એન્ડ રનની ઘટના બની, કારની અડફેટે ચડેલાં આધેડનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 3:02 PM IST

હિટ એન્ડ રનનો બનાવ

વ્યારા : તાપી જિલ્લાના વ્યારાના તાડકુવા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં સોનગઢના કારચાલક યુવકે એક્ટિવા ચાલકને અડફેટે લઈ ફરાર થવાની કોશિશ કરવામાં આવી. અકસ્માતથી એક્ટિવા ચાલક ચુનિયાભાઈ ઠગણીયાભાઈ ગામીતનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઓવર ટેક કરવાની લ્હાયમાં અકસ્માત : હિટ એન્ડ રનની ઘટનામાં એક્ટિવા ચાલક ચુનિયાભાઈ ઠગણીયાભાઈ ગામીતને અડફેટે લઇ કાર ચાલક યુવકને ઝડપી લેવા અન્ય લોકોએ પીછો કર્યો હતો. ગ્રામજનોએ તાડકૂવા સ્વામિનારાયણ મંદિર નજીક અકસ્માત કરનાર કાર ચાલકને અટકાવ્યો હતો. અકસ્માત કરનાર કારનો નંબર GJ 26 AB 3054 છે અને કારના ચાલકે ગાડી ઓવર ટેક કરવાની લ્હાયમાં એક્ટિવા ચાલક ચુનિયાભાઈ ઠગણીયાભાઈ ગામીતને અડફેટે લઇ લીધાં હતાં.

પૂરઝડપે આવેલ કારે મોપેડ ગાડી પર જતા 45 થી 50 વર્ષના વ્યક્તિને ટક્કર મારી દેતા મોપેડ ચાલક ગાડી પરથી ફેંકાઇ ગયેલ હતાં અને માથાના ભાગે અને પૂરા શરીર પર ગંભીર ઇજા પહોંચવાથી તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કાર ચાલક પૂરઝડપે હોવાથી મોપેડ ગાડીને ટક્કર મારીને કારને પૂરઝડપે ભગાવી હતી. પરંતુ ઘટના સ્થળ પર ઉભેલા બધા વ્યક્તિઓએ કારનો પીછો કરી કાર ચાલકને રોકી લીધો હતો અને પોલીસના હવાલે કર્યો હતો...ગ્રામજન (તાડકૂવા)

કાર ચાલક ઇજાગ્રસ્ત થયો : આ અકસ્માતમાં કાર ચાલક યુવકની ઓળખ થઇ છે. જે મુજબ હિટ એન્ડ રનની ઘટના જેનાથી બની તે સોનગઢનો તુષાર સંજય હુંડા નામનો યુવક છે તેમ તપાસમાં જાણવા મળ્યું છે. તુષાર હુંડા તાપી જિલ્લાના સોનગઢમાં બેકરીનો વ્યવસાય કરે છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલક યુવક તુષાર હુંડાને પણ અકસ્માતથી ઇજાઓ થઇ હતી. જેને પગલે ઇજાગ્રસ્ત યુવકને સારવાર કરાવવા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બીજી કારની ગ્રામજનો દ્વારા તોડફોડ : આ ઉપરાંત હિટ એન્ડ રનની ઘટનાને લઇને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અકસ્માત કરનાર કાર સાથે આવેલી બીજી કારના કાચ પણ પત્થર મારીને ફોડ્યા હતાં ને કારને નુકસાન કરવામાં આવ્યું હતું. આમ તાપી જિલ્લાના તાડકૂવા ગામમાં હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. કારચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લઇ લીધું હતું જેમાં એક્ટિવા ચાલક આધેડનું મોત નીપજ્યું હતું. પોલીસે કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે.

  1. સુરતના પીપોદરા ગામ પાસે મોપેડ અને ટેમ્પા વચ્ચે અકસ્માત, વિદ્યાર્થીનીનું મોત
  2. લગ્નના ચાર ફેરા ફરે તે પહેલા યુવતી પર ફરી વળ્યું બસનું ટાયર, 1 ફેબ્રુઆરીના રોજ થવાના હતા લગ્ન, પટેલ ટ્રાવેલ્સના ડ્રાઈવરની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.