તાપી: જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદ ને લઈ ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમની સપાટી 324.24 ફૂટ પર પોહોંચી છે. જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી એક લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં 2 લાખ ક્યુસેક થી વધુ પાણીની આવક નોંધાઇ છે. જેને લઇ દક્ષિણ ગુજરાત ના ખેડૂતો અને લોકો માં ખુશી જોવા મળી રહી છે.
"ચાલુ સીઝનમાં 29 જૂન થી નવા પાણી ની આવક શરૂ થઇ હતી જેને લીધે 1710 MCM જેટલો પાણી નો નવો જથ્થો આવેલ છે જેથી ગ્રોસ જથ્થો 4240 MCM જેટલો થયેલ છે એટલે કે ડેમ 57 ટકા જેટલો ડેમ ભરાયેલો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કે કે CWC એ કરેલા ફોરકાસ્ટ ના આધારે આગામી 24 કલાક માં 400 MCM જથ્થો જે આવનાર છે તેને લીધે ડેમ ની સપાટી 327 ફૂટ ને પર જસે જે રીતે વરસાદ વર્શી રહ્યો તે જોતાં ડેમ આગામી દિવસોમાં સંપૂર્ણ ભરાઈ જસે aઆવીઆશા તેમને વ્યક્ત કરી હતી"-- પ્રતાપ વસાવા ( કાર્યપાલક ઈજનેર ઉકાઈ ડેમ )
સંચાલકો કામે જોતરાઈ ગયા: ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્રમાંથી ભરપૂર પાણીનો આવરો. મહારાષ્ટ્ર ના હાથનુંર ડેમના 41 દરવાજાઓ ખોલી 79,176 ક્યુસેક પાણી છોડાયું. જ્યારે પ્રકાશા ડેમના 16 દરવાજાઓ ખોલીને 1,96,079 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાં 2,03,473 ક્યુસેક પાણીનો આવરો. જેને લઈ ઉકાઈ ડેમની સપાટી 324.24 ફૂટ પર પહોંચી. ઉકાઈ ડેમ માંથી 1000 ક્યુસેક પાણી નહેર વાટે છોડાઈ રહ્યું છે.ડેમનું રૂલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે.દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 5 જિલ્લાઓ ને પૂરતો પાણી નો જથ્થો પૂરો પાડે છે. ચોમાસાની શરૂઆતમાંજ લાખો કયુસેક પાણી નો અવરો થયો છે. પરંતુ ગત વર્ષ કરતા ઉકાઈ ડેમ ની સપાટી 9 ફૂટ ઓછી છે. જેને ધ્યાન માં લઇ ને સંચાલકો કામે જોતરાઈ ગયા છે.