તાપી જિલ્લાના વ્યારા તાલુકા લખાલી ગામે ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ભાજપના પ્રભુ વસાવાને લખાલી ગામના લોકો દ્વારા જમીન સંપાદનના મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના વળતા જવાબમાં પ્રભુ વસાવાએ પોતે હાલ સાંસદ છે અને ચૂંટણી પછી પણ પોતે જ સાંસદ રહેવાના છે તેવી જાહેરાત કરી તમારી જમીન સંપાદિત નહીં થાય તેવું જણાવ્યું હતું.
જોકે લખાલી ગામના લોકોના મગજમાં આ વાત નહીં ઉતરતા પોતે ચીફ એન્જીનીયરને રજુઆત કરવાની ખાતરી આપી હતી. તેમ છતાં મામલો થાળે નહિ પડતા આખરે ગામના જ અને ભાજપના મહાપ્રધાન રાજેન્દ્રસિંહ કુંવર સહિતના આગેવાનો સમજાવટમાં પડ્યા હતા, ત્યારે પ્રભુ વસાવાએ 5 વર્ષમાં આ ગામની મુલાકાત ક્યારેય પણ લીધી નથીનું રટણ કરી વિરોધ કર્યો હતો.