ETV Bharat / state

ઘાસ કાપવા ગયેલી મહિલા પર દીપડાનો હુમલો, મહિલાએ કર્યો પ્રતિકાર - Gujaratinews

તાપી: વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની 35 વર્ષીય માહિલા સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા ગઈ હતી. ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જોકે મહિલાએ પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો.

ઘાસ કાપવા ગયેલી મહિલા પર દીપડાનો હુમલો, મહિલાએ કર્યો પ્રતિકાર
author img

By

Published : Jul 7, 2019, 2:16 AM IST

વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામમાં રહેતી હર્ષા ચૌધરી શુક્રવારે સાસુ વિરૂબેન ચૌધરી તેમજ અન્ય એક મહિલા સાથે ખેતરમાં પશુ માટે ઘાસ કાપવા ગયા હતા. ત્યારે ઝાડી-ઝાંખરામાં બેઠેલા એક દીપડાએ હર્ષાબેન પર અચાનક હુમલો કર્યો હતો. જોકે ઘાસ કાપવા માટેના દાંતરડા વડે હર્ષાબેને પ્રતિકાર કરતા દીપડો નાશી ગયો હતો. દીપડાએ કરેલા હુમલામાં હર્ષાબેનને મોઢાના ભાગે ઇજા થવા પામી હતી. તેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વ્યારા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હર્ષાબેન પર દીપડાએ કરેલા હુમલાની જાણ વનવિભાગના અધિકારીને થતા વનવિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પાંજરું મૂક્યું છે. જોકે પાલતુ પશુઓના શિકાર બાદ હવે માનવજીવ પર દીપડાના હુમલા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Intro:તાપી જિલ્લો એટલે જંગલો થી ઘેરાયેલો વિસ્તાર અહીં દીપડાઓ દેખાવુ ખૂબ સામાન્ય બાબત છે ત્યારે હવે દીપડા દ્વારા પાલતુ પશુઓના શિકાર બાદ માનવજીવ પર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની 35 વર્ષીય માહિલા સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા ગઈ હતી ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો જોકે મહિલાએ પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો....

Body:વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામેં રહેતી હર્ષાબેન રાકેશભાઈ ચૌધરી ગતરોજ બપોરે સાસુ વિરુબેન ચૌધરી તેમજ અન્ય એક મહિલા સાથે ખેતરમાં પશુ માટે ઘાસ કાપવા ગયા હતા ત્યારે ઝાડી ઝાંખરી માં બેઠેલા એક કદાવર દીપડાએ હર્ષાબેન પર અચાનક હુમલો કર્યો હતો જોકે ઘાસ કાપવા માટેના દાંતરડા વડે હર્ષા બેને પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો હતો દીપડાએ કરેલા હુમલામાં હર્ષાબેનને મોઢાના ભાગે ઇજા થવા પામી હતી તેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વ્યારા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .....
Conclusion:
હર્ષાબેન પર દીપડાએ કરેલા હુમલાની જાણ વનવિભાગના અધિકારીને થતા વનવિભાગની ટીમે તાત્કાલિક હુમલા વાળી જગ્યા એ દીપડાને પકડી પાડવા પાંજરું મૂક્યું છે જોકે પાલતુ પશુઓના શિકાર બાદ હવે માનવજીવ પર દીપડાના હુમલા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.