ETV Bharat / state

ઝારખંડમાં ફરી 'પથ્થરગડી આંદોલન'ની દહેશત, સામે આવ્યું ગુજરાત કનેક્શન - TAP

વ્યારાઃ ઝારખંડમાં થયેલું પથ્થરગડી આંદોલન ફરીથી સક્રિય થઈ હોવાની દહેશત છે, ત્યારે સમગ્ર બનાવ અંગે અગાઉના આંદોલનોમાં જમશેદપુર ટીમે તપાસ કરી હતી. આ તપાસનો એક રિપોર્ટ ઝારખંડ અને કેન્દ્ર સરકારને સુપ્રત કરાયો હતો. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 23, 2019, 2:21 PM IST

આ પથ્થરગડી આંદોલનમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું હતું. આ સરકાર વિરોધી આંદોલનમાં તાપી જિલ્લાના કેસરીસિંહના પરિવારની ભૂમિકા પણ બહાર આવી હતી. જે પરિવાર સતિપતિ નામનું સંગઠન ચલાવતો આવ્યો છે અને પોતાને જ ભારત સરકાર માને છે. જેમને ઝારખંડના બંદગાવના ચંપાવા અને સિંદૂરીબેદા સહિતના ગામોના લોકોને આ પ્રવૃત્તિમાં જોડવા અને લોકોને ઉકસાવવા મોટી ભૂમિકા ભજવી હતી.

ઝારખંડમાં ફરી 'પથ્થરગડી આંદોલન'ની દહેશત, સામે આવ્યું ગુજરાત કનેક્શન

આ કેસરી સિંહ મૂળ તાપી જિલ્લાના કતાસવાણ ગામે રહે છે. હાલ તેમના રહેઠાણ વિશે કોઈ જાણકારી નથી મળી રહી, પણ કતાસવાણમાં રહીને તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં સતિપતિ નામના સંગઠનને સક્રિય કર્યું હતું. ઝારખંડના બંદગાવને આ વિચારધારાથી પ્રેરિત 23 ગામને ટપાલ મારફતે આધારકાર્ડ, મનરેગાના જોબ કાર્ડ તેમને પરત કર્યા હતા. એમને જે ટપાલ મોકલી હતી, એમાં પોતાને ટપાલ ઉપર ભારત સરકાર લખ્યું હતું અને યોજનાઓનો બહિષ્કાર કર્યો હતો. જેમાં તાપી જિલ્લાના કતાસવાણથી પોસ્ટ કર્યાનું પણ બહાર આવ્યું છે.

હવે ઝારખંડના આ આંદોલનમાં ગુજરાત કનેકશન અને કેસરીસિંહના પરિવારની ભૂમિકા બહાર આવી છે. જેથી વધુ તપાસ ગુજરાતમાં અને તેમાં પણ તાપી જિલ્લા તરફ પણ કેન્દ્રિત થઈ શકે છે. જો કે, કેસરી સિંહના પરિવારમાંથી કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ બહાર આવ્યું નથી, પણ અગાઉ આજ કતાસવાણથી સતિપતિ સંગઠન થકી અનેક વાતો બહાર આવી હતી. જે સંગઠન સાથે જોડાયેલા સભ્યો સરકારમાં કે સરકારની યોજનાઓમાં માનતા નથી અને તેઓ યોજના તો ઠીક પણ વીજ બિલ, પંચાયત વેરો પણ ભરતા નથી, ત્યારે હવે આ તપાસમાં CID તેમજ સરકાર પણ ગંભીર બનશે એવું લાગી રહ્યું છે.

R_GJ_TAP_01_23JUNE19_SPECIAL_STORY_MEHUL_GOSWAMI_SCRIPT
M
Mehul Goswami
to Gujarati
3 minutes ago
Details
                   ઝારખંડ માં થયેલ પથ્થર ગડી આંદોલન સક્રિય થઈ શકવાની દહેશત છે. ત્યારે સમગ્ર બનાવ અંગે અગાઉ ના આંદોલનો માં જમશેદપુર  સી આઈ ડી ટિમ એ તપાસ કરી હતી. અને જે તપાસ નો રિપોર્ટ ઝારખંડ અને કેન્દ્ર સરકાર ને સુપ્રત કરાયો હતો. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

                   આ પથ્થલ ગડી આંદોલન માં  ગુજરાત કનેકશન બહાર આવ્યું હતું. અને સરકાર વિરોધી  આંદોલન  માં તાપી જિલ્લા ના કેસરીસિંહ ના પરિવાર ની ભૂમિકા પણ બહાર આવી હતી.જે પરિવાર સતિપતિ નામનું સંગઠન ચલાવતું આવ્યું છે. અને  પોતા નેજ ભારત સરકાર માને છે. જેમને ઝારખંડ ના બંદગાવ ના ચંપાવા અને સિંદૂરીબેદા સહિત ના ગામો ના લોકો ને આ પ્રવૃત્તિ માં જોડવા અને લોકો ને  ઉકસાવવા મોટી ભૂમિકા ભજવી હતી. આ કેસરી સિંહ મૂળ તાપી જિલ્લા ના કતાસવાણ ગામેં રહે છે. હાલ તેમના રહેઠાણ વિશે કોઈ ને જાણકારી નથી. પણ કતાસવાણમાં રહી ને તેમને સમગ્ર દક્ષિણ ગુજરાત ના ગામડાઓ માં સતિપતિ નામ ના સંગઠન ને સક્રિય કર્યું હતું. ઝારખંડ ના બંદગાવ ને આ વિચારધારા થી પ્રેરિત 23 ગામો એ ટપાલ મારફત આધારકાર્ડ , મનરેગા ના જોબ કાર્ડ તેમને પરત કર્યા હતા. એમને જે ટપાલ મોકલી એમાં પોતાને ટપાલ ઉપર ભારત સરકાર લખ્યું હતું. અને યોજનાઓ નો બહિષ્કાર કર્યો હતો . જેમાં તાપી જિલ્લા ના કતાસવાણ થી પોસ્ટ કર્યા નું પણ બહાર આવ્યું છે. ત્યારે હવે આ ઝારખંડ ના આંદોલન માં ગુજરાત કનેકશન અને કેસરીસિંહ ના પરિવાર ની ભૂમિકા બહાર આવતા તપાસ હવે ગુજરાત માં અને તેમાં પણ તાપી જિલ્લા તરફ પણ કેન્દ્રિત થઈ શકે છે. જોકે કેસરી સિંહ ના પરિવાર માંથી કોઈ ચોક્કસ વ્યક્તિ નું નામ બહાર નથી આવ્યું. પણ અગાઉ પણ આજ કતાસવાન થી સતિપતિ સંગઠન થકી અનેક વાતો બહાર આવી હતી. જે સંગઠન સાથે જોડાયેલ સભ્યો સરકાર માં કે સરકાર ની યોજનાઓ માં માનતા નથી. અને તેઓ યોજના તો ઠીક પણ વીજ બિલ , પંચાયત વેરો પણ ભરતા નથી. ત્યારે હવે આ તપાસ માં સી આઈ ડી તેમજ સરકાર પણ ગંભીર બનશે.

નોંધ :આ મેટર ધવલ સર ને બતાવવવી.....

કતાસવાણ ગામના વિઝ્યુલ થઈ શકે તેમ નથી જેથી ગામની બહાર થી વિઝ્યુલ કરેલ છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.