તાપી : નિઝર વિધાનસભા ક્ષેત્રમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અને હાલ આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર પરેશ વસાવાએ (Paresh Vasava Resigns) રાજીનામું આપ્યું દીધું છે. પરેશ વસાવા પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા તાપી ભાજપમાં ખળભળાટ મચ્યો હતો. તેમજ પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : અમદાવાદની એવી વિધાનસભા બેઠક જે રહી છે હંમેશા રસપ્રદ
કેમ રાજીનામું આપ્યું - મળતી માહિતી મુજબ પરેશ વસાવા દ્વારા તાપી જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસ કામોમાં અધિકારીઓ અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ દ્વારા માનીતી NGO અને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો હોવાની ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરાઇ હતી. જોકે ત્યાની રજુઆતો (Allegation on Paresh Vasava) પ્રત્યે કોઈ ધ્યાન અપાયું ન હતું, ત્યારે વારંવાર રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા આખરે પરેશ વસાવાએ ભાજપના પ્રાથમિક સભ્ય તેમજ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા તાપી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચો : નવરાત્રિમાં કૉંગ્રેસ-AAPના નેતાઓ આવશે ગુજરાત, બોલાવશે દાંડિયાની રમઝટ
રાજકારણ ગરમાયું - જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસ કામોમાં અધિકારીઓ અને સંગઠનના જવાબદાર વ્યક્તિઓ દ્વારા માનીતી NGO અને એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાઇ રહ્યો હોવાના મામલે અગાઉ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ બિપિન ચૌધરીએ પણ રાજીનામું આપ્યું હતું. ત્યારે બુધવારે પરેશ વસાવાએ રાજીનામું (MLA Paresh Vasava Resigns) આપી દેતા તાપી જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ફરી લોકચર્ચા શરૂ થઇ છે.