સુરેન્દ્રનગરઃ જિલ્લાના વિરમગામમાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ ખાતે કપાસ ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે તેવી ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે લેખિતમાં માંગ કરી હતી.
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ વિરમગામમાં કપાસ ખરીદ કેન્દ્ર ખોલવા માટે આસિસ્ટન્ટ જનરલ મેનેજર ધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે લેખિતમાં માંગણી કરવામાં આવી હતી.