અજમેર નજીક બંધ વાહન પાછળ બસનો અકસ્માત થયા બાદ બસ નીચે ઊંડી ખીણમાં પડી હતી. જેમાં બે વ્યક્તિઓના મોત અને 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
સુરેન્દ્રનગર જોરવરનગર ભરવાડ માલધારી રાસ મંડળી ગુજરાતની પ્રથમ નંબરની વિજેતા રસમંડળી હતી. આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં અને 15થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં જોરવરનગર રાસ મંડળીના રાજેશભાઈ ઢોલી અને વિજયભાઈના મોત નિપજતા જોરવરનગર માલધારી સમાજમાં શોક વ્યાપ્યો હતો.